
મોરબી સીટી એ ડિવિઝન પોલીસની હદમાં આવેલા આલાપ રોડ પરથી ચોરીના બાઈક સાથે પસાર થનાર આધેડને પેટ્રોલિંગમાં એલેટ રહેલી પોલીસે ઝડપી પાડ્યો છે જે અંગેની પોલીસ સૂત્રો પાસેથી મળેલ વિગત એવી છે કે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવાનો આદેશ જિલ્લા પોલીસ વડાનો હોય જે આદેશ અનુસાર ફરજમાં એલર્ટ રહેલી પોલીસે મિલકત સંબંધી ગુનાઓ ને શોધવા કડક પેટ્રોલિંગ હાથ ધર્યું હોય એ સમય દરમિયાન શહેરના આલાપ રોડ પરથી એક ઈસમ ચોરીના બાઈક સાથે પસાર થતાં પોલીસે પોકેટ કોપથી સર્ચ કરતા સરદાર બાગ પાસેથી ચોરી થયાનું ખુલ્યું હતું આજે જ પાસે મોટરસાયકલ ના કાગળ ના નીકળતા મોટરસાયકલ સાથે આરોપી મુસ્તાક અબ્દુલભાઈ ચાનીયા ઉંમર વર્ષ 60 મોરબીના કાલિકા પ્લોટ વાળાને ઝડપી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે જે બાઈકની કિંમત રૂપિયા 50,000 ની કિંમતનું પોલીસ ચોપડે નોંધાયું છે જે બાઈક સાથે આધેડ તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે
