
“‘પરપ્રાંતિય રાજ્યમાંથી રોજી રોટી માટે વાંકાનેર આવેલા યુવાન ગેમિંગ ના રહેવા ચડી ઓનલાઇન 40,000 જેટલી રકમ હારી જતા ટેન્શનમાં જીવ દઈ દીધો: પોલીસે તપાસ શરૂ કરી”‘વાંકાનેર: આજના યુવા વર્ગ માટે લાલબત્તી સમાન ઘટના પ્રકાશ મા આવી છે આત્મા નિર્ભર થવા સારા વિડીયોગ્રાફી સારી સોચ સાથે જરૂરત જેટલો મોબાઈલ નો ઉપયોગ કરવો જોઈએ પરંતુ આજકાલ યુવા જનરેશન શિક્ષણના શબ્દનું જ્ઞાન મેળવવા ના બદલે મોબાઈલની ટેવ ચડી જતા ના થવાની ઘટનાઓ થવા લાગી છે એ સર્વે માનવ ચિંતક માટે લાલબત્તી સમાન રહી છે.સરકાર દ્વારા જાહેરાતો કરી યુવા વર્ગોને એલર્ટ થવા અને આત્મા નિર્ભર થવાની શાળા સ્કૂલમાં સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યક્રમો યોજાતા હોય છે છતાં ઓનલાઈન સિસ્ટમમાં ચીટીંગ ફ્રોડ નો ભોગ બનવાની ઘટનાની સાથે સાથે અસ્થિર મગજ થવાની ઘટના અને ઓનલાઇન જુગાર અને ગેમિંગ દુર રહેવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે છતાં પણ યુવાનોને ઓનલાઈન જુગારનો નશો લાગ્યો છે ત્યારે આ ઓનલાઈન જુગારના કારણે એક યુવાનને જીવ ગુમાવાનો વારો આવ્યો છે જેમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક મોટો સિરામિકમાં રહેતા પ્રિન્સસિંહ તિલકસિંહ (ઉ.૧૯) લૂડોમાં ઓનલાઈન જુગાર રમતો હોય અને તેમાં ૪૦,૦૦૦ જેટલી રકમ હારી જતા ટેન્શનમાં આવતા ગત તા.૨૨-૦૧ ના રોજ ઢુવા ચોકડી પર ઓવરબ્રિજ નીચે ઝેરી દવા પી લેતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે મધ્યપ્રદેશ ખસેડવામાં આવતા જ્યાં સારવાર દરમિયાન ગત તા. ૨૯-૦૧ ના રોજ તેનું મૃત્યું નીપજ્યું હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ અહેમદ જે.રાઠોડ
