
મોરબી જિલ્લા નાં માળિયા સુરજબારી ચેકપોસ્ટ પાસે બોલેરો પીકઅપ માં માળિયા પોલીસે ચોર ખાનામાં છુપાયેલા ઇંગ્લિશ દારૂના જથ્થાને ઝડપી પાડી બે ઈસમોને ને પકડી પાડ્યા હતા રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુસંધાને વાહન ચેકિંગ દરમિયાન બોલેરો પીકઅપ ગાડીમાં ચોર ખાનામાં છુપાવવી લઈ જતાં ઇંગ્લિશ દારૂના જથ્થાને સાથે શખ્શો ઝડપાયા જાણવા મળતી વિગત મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુસંધાને માળીયા પોલીસ દ્વારા સુરજબારી ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ કરતા હતા તે દરમિયાન એક શંકાસ્પદ બોલેરો પીકઅપ ગાડી નીકળતા તેને અટકાવી ચેક કરતા GJ.36 T.1992 વાળી ગાડીમાં

પાછળના ભાગે બંને સાઈડ તથા નીચેના ભાગે ચોર ખાનું બનાવીને તેમાં ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં પકડાયેલા દશરથભાઈ હરકનભાઈ ખાંભલા રબારી ઉંમર ૨૬ રહે રામપુર છોટા તા. ધાનેરા જી. બનાસકાંઠા બાબુભાઈ જવાનાજી ભાયડા રબારી ઉંમર 40 વર્ષ રહે જાલડા તા. રાનીવાડા જી. જાલોર રાજસ્થાન વાળાને ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ ૨૩૨ કિંમત રૂપિયા ૨,૫૧,૦૪૨ તથા મહેન્દ્રા બોલેરો પીકઅપ ગાડી સહિત કુલ રૂપિયા ૫.૫૧.૦૪૨ નાં મુદ્દામાલ સાથે પકડી માળીયા પોલીસે બે શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે એમ કહી શકાય કે મારી આ પોલીસ પાસે બુટલેગરોનો કીમ્યો કામના લાગ્યો અને બે શખ્સો પોલીસના હાથે ઝડપાયાં
