
તાજેતરમાં તા.21/2/25 ના રોજ વાંકાનેરની ભાટીયા સોસાયટી કન્યા શાળાની દીકરીઓને મેંગોપીપલ પરીવાર દ્વારા પ્રોજેક્ટ મુસ્કાન અંતર્ગત નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરવામાં આવેલ.


મેંગોપીપલ પરીવારનાં શ્રીમતી રૂપલબેન દ્વારા દીકરીઓને તેમની સરળ ભાષામાં સેનેટરી પેડ વિશેના ફાયદા અને શારીરીક સ્વચ્છતા વિશેની સમજણ આપવામાં આવેલ. સેનેટરી પેડ ની માહિતી મેળવી દરેક દીકરીઓના ચહેરા પર સુંદર સ્મિત આવેલ જેનો શ્રેય મેંગોપીપલ પરીવાર ને મળેલ.

મેંગોપીપલ પરીવારના મનીષભાઈ રાઠોડ, રુપલબેન રાઠોડ, મોનાબેન કેશરીયા, શાળાના આચાર્ય અતુલ સાહેબ તથા શાળાના સ્ટાફગણ પ્રતિમા બેન પઢિયાર કાજલબેન જેઠવા,શિલ્પાબેન રાઠોડ દ્વારા સારી એવી જહેમત ઉઠવામાં આવેલ. હતી આ કાર્યક્રમ માં સંસ્થાના આયોજકો અને શાળા સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ વગેરે તસવીરમાં દ્રશ્યમાન થાય છે