
ટંકારા :આજના આધુનિક યુગમાં આંગળીના ટેરવે થી મોબાઇલના માધ્યમથી ડિજિટલ ગુજરાત મા વિદ્યાર્થીઓ યુવાનો મહિલાઓ વૃદ્ધો ને વિશેષ પરિસ્થિતિને ધ્યાને રાખી તંત્ર દ્વારા લોક જાગૃતિ અભિયાનના ભાગરૂપે શિબિર કેમ્પ કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે ટંકારા પોલીસ મથકના ગ્રાઉન્ડમાં 22 ફેબ્રુઆરી 2025 ના રોજ શનિવારે મહિલા સ્વરક્ષણ અને સશક્તિકરણ: મહિલાઓને સ્વરક્ષણ અને સશક્તિકરણ માટે જુડો, કરાટેની તાલીમ આપવામાં આવે છે.જેમા 2024-25 માં ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે 215 સરદાર વલ્લભભાઈ પટેલ શાળા ની 20 મહિલાઓને સેલ્ફ-ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી. જેનુ પ્રદર્શન ટંકારા પોલીસ મથકના પટાંગણમાં આશરે સાંજે પાંચ વાગ્યા ના સુમારે યોજવામાં આવ્યુ હતું ઉપરાંત spc ncc ના બાળાએ પણ પરેડ સાથે એની આવડત રજુ કરી હતી.




આ કાર્યક્રમ પ્રજાને પ્રતિનિધિ ટંકારા ધારાસભ્ય દુલભજી દેથરીયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા જયારે ડિવાયએસપી એસ એચ સારડા, ટંકારા પોલીસ ઈન્સ્પેક્ટર કે એમ છાસિયા, વાકાનેર તાલુકા પોલીસ મથકના પીઆઇ ડિ વી ખરાડી વાકાનેર સિટી પી આઈ એચ એ જાડેજા મોરબી જિલ્લા ટ્રાફિક પી.આઈ એચ વી ધેલા મહિલા પોલીસ સ્ટેશનના પી એચ લગધીરકા RPI પી.આઈ એસ એમ ચૌહાણ ટંકારા પોલીસ સબ ઇન્સ્પેકટર વાય એસ પરમાર સહિતના પોલીસ સ્ટાફ હાજર રહા હતા.


ઉપરાંત જીલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ અશોકભાઈ ચાવડા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ વસંતભાઈ માંડવીયા સદસ્ય સલિમ અબ્રાણી બાલાશ્રમ આશ્રમના પ્રભુભાઈ કડીવાર ઓરપેટ કન્યા વિદ્યાલયના ગોપાલભાઈ પટેલ ઉધોગપતિ અશ્વિનભાઈ ભટાસણા રાજુભાઈ સવસાણી બળવત પટેલ ભાજપના અને કોગ્રેસના અગ્રણીઓ રિટાયર્ડ આર્મી મેન પોલીસ મિત્રો નગરજના ભાઈઓ અને બહેનો અને ગાયત્રી શાળા અને ઓરપેટ કન્યા વિદ્યાલયની બાળાઓ ઉપસ્થિત રહ્યા હતા પોલીસે બાલ્યાવસ્થા માં માં બાપ પરિવારની છત્રછાયા ગુમાવી દીધેલા બાળકોને એમની માગણી મુજબ શાળા બેગ અને કિટ અર્પણ કરી પોલીસ સંવેદના વ્યક્ત કરી હતી. કાર્યક્રમ નું સંચાલન શૈલેષ સાણજા એ કર્યું હતું. દીકરી મહિલાઓ આજનો યુવા વર્ગ આત્મા નિર્ભર બને તેવા પ્રયાસો સરકાર અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા જે સમગ્ર કાર્યક્રમ ની તસ્વીરો વિડીયોગ્રાફી દ્રશ્યમાન થઈ રહી છે