
“‘વાંકાનેર ની અંધ અપંગ ગૌ-આશ્રમ દ્વારા ગૌશાળાના ઘાસચારા માટે મિલ પ્લોટ માં દાતાઓનું દાન નું સ્ટોલ મુકાયુ”‘


વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર: 14 જાન્યુઆરી એટલે મકરસંક્રાંતિ નિમિત્તે દાન પુણ્ય નો દિવસ માં ગૌ:- ભક્તો દ્વારા લીલા સૂકા ઘાસચારા અને ગૌશાળાના લાભાર્થે જુદા જુદા વિસ્તારોમાં દાન ફંડ એકત્રિત કરવા માં આવતું હોય છે ત્યારે વાંકાનેરમાં મિલ પ્લોટ વિસ્તારમાં અંધ અપંગ ગૌ-આશ્રમ ના લાભાર્થે મિલ પ્લોટ વિસ્તારના મુસ્લિમ યુવાનોએ એકતાનો સંદેશ આપ્યો છ. મિલ પ્લોટ ચોકમાં જાહેર માર્ગ પર પસાર થતા વાહન ચાલકો સમક્ષ દાન ફંડ કરી પશુ ઢોર ગાય

માતાના લાભાર્થે ભિક્ષાવૃત્તિ કરી ફંડ ચંદો એકત્રિત કરવા ની કામગીરી કરી રહ્યા છે જેમાં વાંકાનેર મિલ પ્લોટ વિસ્તારના મુસ્લિમ સમાજ પ્રમુખ હુસેન ભાઈ મોવર તેમજ મુસ્લિમ સમાજ મિલ પ્લોટ ના ઉપપ્રમુખ બોદુ ભાઈ બ્લોચ, તેમજ હૈદર ભાઇ મોવર, અકબરભાઈ મોવર, રહીમભાઈ મોવર, હુસેનભાઇ મોવર, મુન્નાભાઈ મહારાજ સહિત રમેશભાઈ વગેરે એ કોમી એકતા નો સંદેશ આપ્યો છે જે દરેક તહેવારે હિન્દુ મુસ્લિમ સાથે હળી મળી એકતા ભાઈ ચારા સાથે હિન્દુ મુસ્લિમ તહેવારોનો આનંદ ઉત્સવ માણે છે ત્યારે મકરસંક્રાત નિમિત્તે મુસ્લિમ સમાજના યુવાનોએ અન્યો માટે પ્રેરણા સ્વરૂપ ગૌશાળાના લાભાર્થે વાંકાનેર ની અંધ અપંગ ગૌ:- આશ્રમ વાંકાનેર ના લાભાર્થે ગૌ:- માતાના લાભાર્થે સેવા કાર્યનું દિપક પ્રગતિ ઉઠ્યું છે જે તસવીર માં દ્રશ્ય મન થાય છે

