
સર્જનની ખાલી જગ્યા ખાલી રહેતા ઈમરજન્સી 108 માં અકસ્માતિક ઘટનામાં રાજકોટ મોરબી દર્દીઓને કરાય છે રીફરઅહેમદાવાદ મિત્ર બ્યુરો ટીમ વાંકાનેર :મોરબી જિલ્લાને પ્રમોશન તાલુકા માં થી મળ્યા બાદ નગર પાલિકામાંથી મહાનગરપાલિકા નું સ્થાન મળ્યું સમસ્યા મતદાર પ્રજાની વહી કી વહી જેવી પ્રાથમિક સુવિધા નો અભાવ ત્યારે જિલ્લામાં સમાવેશ થયેલા વાંકાનેરમાં 2015 થી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી સિવિલ હોસ્પિટલ નું સ્થાન મેળવનાર સરકારી હોસ્પિટલમાં જાણે ખાટલે મોટી ખોટ વિકાસની દોડમાં રહી હોય તેમ ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં અકસ્માત ઘટના દર્દીઓ ને સર્જન ના અભાવે રાજકોટ કે મોરબી રીફર કરવાના કારણે દર્દીઓને દર્દમાં વધુ દુખાવો જનક બન્યું છે ત્યારે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં અધ્યક્ષક વર્ગ એક નિવાસી તબીબી વર્ગ ના ડોક્ટરો ચાર્જ પર રહ્યા છે

મહેકમ મુજબ વાંકાનેર ની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ વાંકાનેર પંથકની મતદાર પ્રજા માટે દર્દમાં દુખાવો વધારો કરી રહી છે અને નેતાઓ વિકાસની બૂમાબૂમ કરી રહ્યા હોય ત્યારે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ફિઝિશિયન તબીબ જનરલ સર્જન જેવી મહત્વની જગ્યાઓ મહેકમ મુજબ દર્દીઓના દર્દમાં વધુ દુખાવો જનક બની છે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં રોજ આશરે 200 થી 300 જેટલા દર્દીઓની ઓપીડી લેવામાં આવે છે ત્યારે સિવિલ હોસ્પિટલના પ્રમાણમાં મહેકમ ની મંજૂરીની મોહોર 2015 થી કાગળ ઉપર વિકાસ થઈ ગયો હોય તેમ લોકોના આરોગ્ય જતન ઝડપી કરવા સમૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી સિવિલ હોસ્પિટલ નું સ્થાન મેળવનાર સરકારી હોસ્પિટલ હાલ ડોક્ટરો ની ઘટ ના કારણે ખુદ માંદગીના બિચ્છાને રહી હોય ત્યારે વિકાસના બાટલા ચડાવવાની સાથે ડિજિટલ ગુજરાતમાં પ્રજા ચિંતક ઇન્જેક્શન ની સરકારી હોસ્પિટલમાં તાતી જરૂરિયાત જન્મી છે