
પારસીગ ભાઈ મનજીભાઈ નામનો યુવાન સજન પરથી ચોટીલા જતી વખતે ઇજાગસ્ત થયો વધુ સારવાર અર્થે મોરબી ખસેડાયો

અહેમદાબાદ મિત્ર ન્યુઝ વાંકાનેર: સમગ્ર રાજ્યભરમાં પશુ પક્ષી માનવસેવકો સહિત સમગ્ર સરકારી કર્મચારીઓ પશુ પક્ષી માનવ ઈજાગ્રસ્ત ના થાય તેવા પ્રયાસો ના ભાગરૂપે લોક જાગૃતિ અભિયાન સહિત વાહન ચાલકો માટે પ્રોટેક્શન એંગલ અર્પણ કરી પશુ પક્ષી હિત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું છતાં વિવિધ શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં મકરસંક્રાંતિ અંતર્ગત ઉડતી પતંગો લુટવા અને કપાયેલા પતંગ ના દોરાથી લોકો ઇજાગ્રસ્ત બન્યા છે ત્યારે વાંકાનેર ના મહિકા ગામ ખાતે કપાયેલા દોરાથી બચવા મોટરસાયકલ ચાલક ફગોડાઈ જતા આગળ આઇસરમાં ટકરાયો અને


વધુ ઇજાગ્રસ્ત થયો હતો ત્યારે ઘટનાની સાથે ઇમર્જન્સી 108 ગણતરીની કલાકોમાં એટલે કે કોલ મળ્યા ની સાથે 10 થી 12 મિનિટ ના સમયગાળામાં પહોંચી ઇજાગ્રસ્ત યુવાનને તત્કાલ સારવાર આપી હતી આ અકસ્માતની ઘટનાની ઘટના સ્થળે મળેલી વિગત એવી છે કે સજન પરથી ચોટીલા તરફ પારસીગ ભાઈ મનજીભાઈ નામના વ્યક્તિ પસાર થઈ રહ્યા હતા એ વખતે પતંગ નો દોરો વીટાવા થી ઇજાગ્રસ્ત થતા આગળ જઈ રહેલા વાહનની ઠોકરે બાઈક ચડી જતા ઈજા થયેલ હોય જેની પ્રાથમિક સારવાર 108 ઈમરજન્સી આપી હતી અને વધુ સારવાર અર્થે મોરબી ખસેડવા માં આવ્યાની વાંકાનેર ના મહીકા હાઈવે રોડ પર આવેલા બસ સ્ટેશન પાસે સ્થાનિક લોકોમાંથી જાણવા મળ્યું હતું જે ઈજાગ્રસ્ત યુવાન અને અકસ્માતમાં ટકરાયેલું મોટરસાયકલ અને આઇસર તસવીર ઘટના સ્થળે 108 પહોંચી હોય તે પણ તસ્વીરમાં નજરે પડે છે

