
“‘ફાટક નંબર 92 ચાલુ કરવા તંત્રને લેખિતમાં જાણ કરી”‘


વાંકાનેર: વાંકાનેર તાલુકાના ધમલપર ગામ ના ખેડૂતોએ ધમાલપર ગ્રામ પંચાયત ના સરપંચને સાથે રાખી રેલવે ફાટક નંબર 92 ચાલુ રાખવા અંગે પત્ર પાઠવ્યો છે જે તારીખ 23 1 2025 ના રોજ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરિસિંહ ઝાલા ને સરપંચ સહિત ના અગ્રણીઓએ લેખિતમાં પત્ર આપ્યું હતું ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી( ટીડીઓ)ને આવેદનપત્ર આપી જણાવ્યું હતું ત્યાર પછી વાંકાનેર મામલતદાર અને પ્રાંત અધિકારી ધારાસભ્ય સંસદ સભ્યો ને પત્ર પાઠવી લેખિતમાં જણાવ્યું હતું કે વાંકાનેર લુણસરિયા રેલવે ફાટક નંબર 92 બંધ કરેલ છે જે ફાટક બંધ થવાથી ધમલપર સહિતના

અન્ય 10 જેટલા ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો સહિત વાહન ચાલકોને પસાર થવું કઠિન બન્યું છે જે ફાટક જાલી રસ્તાથી ઓળખાય છે જે રસ્તો ફાટક પછી લુસરિયા રોડને મળે છે ત્યારે રસ્તામાં આવેલા આશરે 10 ગામના લોકોને અવર-જવર માટે મહત્વપૂર્ણ હોય જેથી એ ફાટક નંબર 92 બંધ થવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને હાલાકી પડી રહી છે તેના અનુસંધાને પત્ર પાઠવવામાં આવ્યું છે તે ફાટક આસપાસ સમસાન કબ્રસ્તાન સહિત ધાર્મિક સ્થળો અને વાડી ખેતર આવેલા હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોની અવરજવર સતત રહે છે એવા સમયે પાઠક નંબર 92 કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર એકાએક બંધ કરી દેતા ગ્રામ્ય જનોને હાલાકી ભોગ બનવું પડ્યું છે ત્યારે ફાટક ઉપર બોર્ડ મારવામાં આવેલ છે કે લાંબા સમય સુધી સમારકામ કરવાનું છે જેથી ફાટક બંધ કરવામાં આવેલ છે પરંતુ ફાટક ઉપર કોઈ જાતનું સમારકામ ચાલતું નથી તેઓ પણ લેખિતમાં જણાવ્યું છે ફાટક નંબર 92 બંધ થવાથી ઘણા બધા ગ્રામજનોને સુવિધા જુટવાય તેમ છે એવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જે ફાટક તારીખ 1 2 2025 સુધીમાં ચાલુ કરવામાં નહીં આવે તો સ્થાનિક ધમાલપર ગ્રામ પંચાયત ના સરપંચ સહિત ખેડૂતો દ્વારા રેલ રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે જે અંગેની લેખિતમાં કરેલી રજૂઆતની કોપી લાગતા વળગતા અધિકારીઓ સહિત પ્રજાના પ્રતિનિધિ એવા સાંસદ સભ્ય ધારાસભ્યો વગેરે ને આપવામાં આવી છે

આ અંગે તારીખ 24 1 2025 ના રોજ ડિવિઝનલ રેલવે મેનેજર રાજકોટ ને રૂબરૂ આવેદનપત્ર ધમલપર ના ખેડૂતો સહિત ગ્રામ પંચાયતના સરપંચ સહિતના આગેવાનો જવાના છે તેવું મહિલા સરપંચ ના પતિ અરવિંદભાઈ સહિત ખેડૂતો આવેદનપત્ર પાઠવવા આપશે તેમ વાંકાનેર તાલુકા પંચાયત સેવા સદન કચેરીએ લેખિતમાં રજૂઆત કરતા ખેડૂતો અને ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પતિ અરવિંદભાઈ સહિત ખેડૂતો વાંકાનેર પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરીસિંહ ઝાલા વગેરેને આપતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે