
વાંકાનેર : વાંકાનેર તાલુકાના શ્રી તીથવા તાલુકા શાળા ખાતે ઉતરાયણના આગળના દિવસે વાંકાનેર સાઇબર ક્રાઇમ સેલ દ્વારા પતંગ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું. સાયબર ક્રાઈમના હેડ કોન્સ્ટેબલ શ્રી કિર્તીસિંહ સાહેબ તથા હકુભા સાહેબ હાજર રહ્યા હતા અને તેમના વરદ હસ્તે બાળકોને પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ તકે હેડ કોન્સ્ટેબલ શ્રી કિર્તીસિંહ સાહેબ દ્વારા બાળકોને સાઇબર ક્રાઇમ બ્રાન્ચ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ સાઈબર ફ્રોડ થી બચવાના તકેદારીના પગલા તેમજ પતંગ ઉડાવતી વખતે જાણીએ અજાણિયે




પશુ પંખીઓને કોઈ નુકસાન ના પહોંચે તેના તકેદારીના પગલાં તેમજ ઘાયલ પંખીને સારવાર કેવી રીતે આપી શકાય તેના વિશે વિસ્તૃત સમજ અને જાણકારી આપી હતીઆજના દિવસે sbi તીથવા બ્રાન્ચ દ્વારા પણ બાળકોને પ્રોત્સાહન પુર પાડવા માટે બેંક મેનેજર શ્રી અને સ્ટાફ દ્વારા પણ sbi ના લોગો સાથેની પતંગનું દરેક બાળકને વિતરણ કરવામાં આવ્યું હતુંઆજે દરેક બાળકને બે બે પતંગ મળતા બાળકો આનંદવિભોર બની ગયા હતા સાયબર સેલ અને એસબીઆઇ તીથવાનો તાલુકા શાળાના આચાર્ય અને સ્ટાફ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.



