
વાંકાનેર શહેરના વિવિધ પ્રશ્નો મતદાર પ્રજા માટે ચિંતક રહ્યા છે તેમાં ખાસ કરી વાંકાનેર ના મુખ્ય માર્ગો પર ઉડતી ધૂળની ડમરીઓ ગંદકીના ગંજ ભૂગર્ભ ગટરો ચોકઅપ થયેલી યથાવત રહી હોય ત્યારે મિલ પ્લોટ વિસ્તારમાં મુખ્ય રોડ પર જોખમી ખાડો ભૂગર્ભ ગટરનો તંત્ર દ્વારા પ્રજા લક્ષી કે વાહનચાલકોને અકસ્માતની ઘટનાનો ભોગ બને તેની રાહ જોતો હોય તેમ તસવીરમાં દ્રશ્યમાન થાય છે હાલ ચૂંટણી જાહેર થઈ એટલે ભાજપ કોંગ્રેસ કે આપ ના નેતાઓ નગરસેવકો બનવા માટે ઉમેદવારી 11 મહિના માટે કરી શકે છે


પરંતુ મતદાર પ્રજાની સમસ્યા હલ થાય તેમાં પ્રજાના નગરસેવકો કે પ્રજાના પ્રતિનિધિઓને કાંઈ પડી ના હોય તેમ વાંકાનેર શહેરની સ્થિતિ હાલ કરી રહી છે તેમાં મિલ પ્લોટના મુખ્ય રોડ પર ખાડો અને લક્ષ્મીપરા ની ભૂગર્ભ ગટર તંત્રની નિષ્ક્રિયતા ની ઓળખ આપતી હોય તે દ્રશ્યમાન થાય છે





