
વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તા. ૧૧/૦૧/૨૦૨૫ થી તા. ૧૨/૦૧/૨૦૨૫ (શનિવાર અને રવિવાર) દરમિયાન વઘાસિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ડે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં વાંકાનેર તાલુકાનાં શિક્ષકોના બે ગ્રૂપની કુલ ૬ ટીમ વચ્ચે ૬ લીગ મેચ, ૨ સેમી ફાઈનલ મેચ અને ૧ ફાઈનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૧/૦૧/૨૦૨૫, શનિવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે વઘાસિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જસદણ સિરામિક ગ્રૂપના માલિક શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાતીદેવળીના શ્રી મહાવીરસિંહ ઝાલા, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી યુવરાજસિંહ વાળા, મહામંત્રી શ્રી નજરુદ્દીનભાઈ માથકિયા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ શ્રી દેવરાજભાઈ રબારી, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ વાઘેલા, વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મીડિયા મંત્રી શ્રી ધવલભાઈ મહેતા સહિત અનેક શિક્ષકો અને સી.આર.કૉ.ઑ.શ્રીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તા. ૧૨/૦૧/૨૦૨૫, રવિવારના રોજ યોજાયેલ ફાઇનલ મેચ ખૂબ જ રસાકસીભરી રહી હતી અને અંતે કેપ્ટન નિલુભા પરમારની ટીમ દલડી-મેસરિયા ઈલેવન (D.M. 11) ટુર્નામેન્ટમાં વિજેતા બની હતી અને કેપ્ટન નરેશભાઈ જગોદણાની ટીમ સ્કોર્પિઅન કિંગ રનર્સઅપ રહી હતી. આ ટુર્નામેન્ટમાં મેન ઑફ ધ સિરીઝ અને બેસ્ટ બેટ્સમેનનો ખિતાબ ટીમ સ્કોર્પિઅન કિંગના કેપ્ટન શ્રી નરેશભાઈ જગોદણાને એનાયત કરવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ બોલરનો ખિતાબ ટીમ GCC 11ના ખેલાડી શ્રી ધવલભાઈ મહેતાને એનાયત કરવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ ફિલ્ડરનો ખિતાબ ટીમ રાઈઝિંગ સ્ટારના ખેલાડી શ્રી ઋષિરાજસિંહ ઝાલાને એનાયત કરવામાં આવ્યો હતો. વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડૉ. જે.જી.વોરા સાહેબ, વાંકાનેર તાલુકાના બી.આર.સી.કૉ.ઑ. શ્રી મયૂરરાજસિંહ પરમાર, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિનેશભાઈ હુંબલ, મહામંત્રી શ્રી પ્રફુલભાઈ નાયકપરા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શ્રી વિરમભાઈ દેસાઈ, ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કલ્પેશકુમાર ફેફર, મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી ચમનભાઈ ડાભી, હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી ચતુરભાઈ પાટડિયા, વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના રાજ્ય પ્રતિનિધિ સિપાઈ મહંમદહનીફ અમીભાઈ, વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ અબ્દુલરહીમ બાવરા, સહમંત્રી જૈનુલઆબેદીનભાઈ બાદી, જિલ્લા પ્રતિનિધિ દેવરાજભાઈ રબારી તથા રજનીશભાઈ દેત્રોજા, વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ હિમાંશુભાઈ પટેલ અને દેવરાજભાઈ રાઠોડ, વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના આંતરિક ઓડિટર સાહબુદીનભાઈ બાદી વગેરેએ વઘાસિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહીને ફાઈનલ મેચ નિહાળી હતી અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.


વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડૉ.જે.જી.વોરા સાહેબના વરદ્ હસ્તે વિજેતા ટીમ DM 11ને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં શ્રી અતુલભાઈ બુદ્ધદેવ, શ્રી ઋષિરાજસિંહ ઝાલા અને શ્રી નરેન્દ્રભાઈ કાલરિયાએ કૉમેન્ટરી આપી હતી. વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ડે ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા વાંકાનેર તાલુકાની પ્રાથમિક કન્યા શાળા નંબર-૪ ના એચ.ટાટ આચાર્ય મીનાબેન રમણીકલાલ કાપડીએ ૫૦૦૦ રૂપિયા ભેટ સ્વરૂપે આપ્યા હતા. મીનાબેન કાપડીને તેમના આ ઉમદા કાર્ય બદલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વઘાસિયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અલ્પેશભાઈ દેશાણી, સી.આર.સી.કૉ.ઑ. મેહુલભાઈ હરિયાણી અને વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ સદસ્યોએ આ ટુર્નામેન્ટને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

