
વીરપર ગામની સીમમાં ખરાબમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈને પોલીસે ૨૭,૮૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છેવાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વીરપર ગામની સીમમાં ખરાબમાં રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવતા પોલીસે ગરમ આથો ૫૦ લીટર, ઠંડો આથો ૬૦૦ લીટર અને દેશી દારૂ ૧૦ લીટર અને ઠંડો દેશી દારૂ ૪૦ લીટર તેમજ ભઠ્ઠીના સાધનો સહીત કુલ રૂ ૨૭,૮૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી વિપુલ રાઘવ ડાભી રહે માટેલ તા. વાંકાનેર વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

