
વાંકાનેર તાલુકા ના કોંગ્રેસ પાર્ટીમાં નવીન ભાઈ વોરા ની પ્રમુખ પદ મા વરણી
કોંગ્રેસમાં નવા પરિવર્તન સાથે અચ્છે દિનની આશાઓ ની કિરણોનો પ્રકાશ યુવા વર્ગના ને રાજકીય ક્ષેત્રે સ્થાન સોપાયું!!!

વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર :રાષ્ટ્રીય પાર્ટી ના નેતાઓ દ્વારા પોતાની પાર્ટી પક્ષને મજબૂત રાખવા વિવિધ શહેર જિલ્લામાં હોદ્દેદારોની વર્ણી કરી પ્રજા ચિંતન પ્રશ્નોને ઉજાગર કરી પ્રજાને પ્રાથમિક સુવિધા સાથે જ્ઞાતિ જાતિના ભેદભાવો થી દૂર રહી રાષ્ટ્રીય ચિંતન કાર્યમાં રાષ્ટ્રીય લેવલની પાર્ટીઓ દ્વારા મતદાર નાગરિકો અને રાષ્ટ્રનું નવું પરિવર્તન સાથે નવું નિર્માણ પામે તે દિશામાં પ્રયાસો રાજકીય ક્ષેત્રે આધુનિક યુગમાં જરૂરી બન્યા હોય તેવી સ્થિતિ હાલ કોંગ્રેસ પાર્ટીમાં અચ્છે દિનની કિરણો નો પ્રકાશ પ્રાપ્ત કરવાના પ્રયાસો ના ભાગરૂપે યુવાન વર્ગને રાજકીય ક્ષેત્રે પાર્ટી પક્ષમાં સ્થાન આપી રહ્યા હોય તેવી પીઢ જુના કોંગ્રેસી નેતાઓની સોચ ના ભાગરૂપે મોરબી જિલ્લામાં શરૂઆત થઈ હોય તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના અનુસૂતી જાતિ વિભાગ દ્વાર વાંકાનેર તાલુકા પ્રમુખ પદ નવીનભાઈ અમૃતભાઈ વોરા ની વર્ણી કરવામાં આવી છે જે 2025 નવા વર્ષથી તારીખ 3 1 2025 ના રોજ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ ના ચેરમેન દીપકભાઈ પરમાર એડવોકેટ હસ્તે વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે નવીનભાઈ વોરા ની વરણી કરવામાં આવતા શુભેચ્છાઓ ની વર્ષા સાથે કોંગ્રેસ યુવા કાર્યકરોમાં હર્ષની લાગણી જન્મી છે જે અચ્છે દિનની આશાઓ સાથે પાલિકા પંચાયતમાં ધારાસભા લોકસભા વગેરે ચૂંટણીલક્ષી કોંગ્રેસ પાર્ટી ના નેતાઓ પક્ષને મજબૂત કરવા લાગ્યા છે


