
શહેરના મુખ્ય માર્ગો પરથી ડીજેના તાલ સાથે આયા ખ્વાજા કા મેલા આયા ચલો અજમેર ચલે….. ના સુર સાથે વિશાળ મેદની સાથે વાહનોની કતાર લાગી




વાંકાનેર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજસ્થાનના અજમેર શરીફ ના ખ્વાજા ગરીબ નવાજ ના ઉષ મુબારક નિમિત્તે ખ્વાજા સાહેબની છઠ્ઠી શરીફ ની ઉજવણીના ભાગરૂપે વાંકાનેર ના માજી ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરઝાદા ની અધ્યક્ષતામાં વિશાળ મેદની સાથે ખ્વાજા ગરીબ નવાજ ની છઠ્ઠી મુબારક નું જુલુસ મુબારક વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયું હતું જેમાં ગ્રીન ચોક,મેન બજાર,શાહ બાવા દરગાહ શરીફ સહિતના વિસ્તારોમાંથી પસાર થયું હતું જેમાં આનંદ ઉત્સવ સાથે ડીજેના તાલ સાથે ચલો અજમેર ચલે આયા ખ્વાજા કા મેલા આયા ના સુર સાથે યુવાનો થનગની ઉઠ્યા હતા હર્ષ સાથે ખ્વાજા ગરીબ નવાજ ની છઠ્ઠી મુબારક ની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 7/1/2025 ના રોજ વાંકાનેર ખાતે ઉજવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જે તસવીરમાં માજી ધારાસભ્ય મોહમ્મદ પીરજાદા અને મુસ્લિમ અગ્રણી મોહમ્મદભાઈ રાઠોડ વગેરે તસવીરમાં દ્રશ્યમાન થાય છે.