
મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે કર્મચારીઓને ક્લાર્ક તરીકેનું પ્રમોશન મળ્યું હોય એ ખુશીના અવસરે પ્રજા ના પ્રતિનિધિ ની હાજરી એ ફરજ નિષ્ઠ કર્મચારીઓની અરસ પરસ શુભેચ્છાઓ સાથે સન્માન કરી પ્રોત્સાહિત કરાયા હતા આ કાર્યક્રમમાં મોરબી માળિયા મતવિસ્તારના ધારાસભ્ય ક્રાંતિલાલ અમૃતિયા અને વાંકાનેર કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી એ હાજરી આપી પ્રમોશન પામેલા અધિકારીઓને સન્માનિત કરી શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા ત્યારે પ્રજાના પ્રતિનિધિ નું પણ પ્રમોશન પામેલા કર્મચારીઓ તેમજ આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે




