
વરસાદમાં પુલમાં પડેલી પોલ વિકાસની વાતો કરનાર નેતાઓની નિષ્ક્રિયતા સાથે તંત્રની નિષ્ફળતા રહી હોય તેમ વાહન ચાલકો અને મતદાર પ્રજાએ ટ્રાફિક જામના દ્રશ્યો થી કરી રહી છે મહેસૂસવાંકાનેર શહેરમાં આશરે છેલ્લા બે ત્રણ મહિનાથી વાંકાનેર ના મુખ્ય માર્ગો પર છાશ વરે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે તે દ્રશ્યોમાં ઘણીવાર ઈમરજન્સી 108 જેવી એમ્બ્યુલન્સને પણ હાલાકી નો અનુભવ કરવો પડે છે ત્યારે વરસાદ ઉના માહોલમાં એટલે કે ચોમાસા દરમિયાન વાંકાનેર નજીકના બાયપાસ એવા રાતીદેવડી પંચાસર નું મુખ્ય માર્ગ નો પુલ પર પ્રવેશ પ્રતિબંધ થયા પછી


મોટાભાગના ભારે વાહનો ટ્રક ડમ્પર સિટીમાં પ્રવેશ કરતા સતત ટ્રાફિક જામ નું દ્રશ્ય સર્જાઈ રહ્યું હોય છે છતાં વિકાસની વાતો કરનાર નેતાઓ કે જિલ્લા કક્ષાની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં સરકારના નક્કી કરેલા પ્રોગ્રામો ની પ્રસિધ્ધિ પ્રાપ્ત કરવા રાત્રી સભા થી સરકારની યોજનાઓથી માહિતગાર કરી રહ્યા છે પરંતુ ખાટલે મોટી ખોટ સમા સમસ્યાનું નિકાલ કરવામાં તંત્ર અને નેતાઓ નિષ્ક્રિય નિષ્ફળ રહ્યા હોય એવો ઘાટ વાંકાનેરમાં સતત ટ્રાફિકથી મુખ્ય માર્ગો પર વાહનોથી ઘેરાઈ રહ્યો છે જેથી વાહનોની લાંબી કતાર નાના મોટા વાહનોથી મઢાઈ જતી હોય જે ટ્રાફિકની સમસ્યામાં અધૂરામાં પૂરું ભર બજારમાં થી પસાર થઈ રહેલો એક ટ્રક એકા એક પાતારીયા પાસે ટેકનીક ફોલ્ટ ના કારણે ચાલુ ટ્રક બંધ પડી જતા પથારીયા થી દાણા પીઠ રોડ વાંઢા લીમડા ચોક સુધી વાહનોની કતાર લાંબી સર્જાય હતી જે ટ્રાફિક ક્લિયર કરાવવા પોલીસ તંત્રએ ફરજના ભાગે હાથ ધરી ટ્રાફિક ક્લીયર કરી વાહન ચાલકો અને રાહદારીઓ માટે સમસ્યા હલ કરી હતી પરંતુ વિકાસની વાતો કરનાર નેતાઓ કે જિલ્લા કક્ષાના સરકારી બાબુઓ વરસાદની મોસમમાં અંતિ ભારે પડેલા વરસાદે પડેલી પોલ પુલની મજબૂત કરવામાં આધુનિક યુગમાં પ્રજા લક્ષી સમસ્યા હલ કરવામાં જાણે એન્જિનિયર કોન્ટ્રાક્ટર કડિયા કામ કરનાર કારીગરોમાં મંદીના માહોલમાં કયો વાયરસ એ સ્થાન પ્રાપ્ત કર્યું હોય તેનું સંશોધન વિકાસની વાતો કરનાર નેતા હોય તત્કાલ કરવું જોઈએ વિરોધ પક્ષના નેતાઓ પણ મૌન રહી પ્રજાની સમસ્યા હલ કરવામાં રસ્તા રોકો આંદોલન કે રજૂઆત કરી હોય તેવું હાલ જોવા કે સાંભળવા માં આવ્યું નથી પરંતુ સત્તા પાસે શા પણ કોનું? ચાલે!!! તેવી સ્થિતિ મોટાભાગના વિરોધ પક્ષના નેતાઓ અનુભવી રહ્યા છે ભૂતકાળમાં અને વર્તમાનમાં પ્રજાલક્ષી કરેલી રજૂઆતનું પરિણામ હજુ પ્રજાહિત કાર્યમાં થયું ના હોય તેમ હાલ પુલની પોલ થી થયેલું ટ્રાફિકજામ થી વાંકાનેર પંથક નો વિકાસ માત્ર કાગળ પર રહ્યો હોય તેમ ટ્રાફિક સમસ્યા કરી રહી છે





