
વાંકાનેર : પશુ પક્ષી માનવ ચિંતક વિવિધ સેવાકીય સંસ્થાઓ સેવાના ભાગરૂપે ચાલી રહી છે પરંતુ પ્રજાના રક્ષક પોલીસ સતત પશુ-પક્ષી માનવ સેવક તરીકે ફરજના ભાગે એલર્ટ રહી છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના સાથે નાયબ પોલીસ અધ્યક્ષક ના માર્ગદર્શનથી વાંકાનેર સીટી પીઆઇ એચ વી ધેલા અને તેની ટીમના પીએસઆઇ વી કે મહેશ્વરી તેમજ પીએસઆઇ જે એલ ઝાલા સહિત વાંકાનેર સીટી પોલીસ ડી સ્ટાફ જમાદાર મુકેશ ચાવડા અને ટ્રાફિક જમાદાર ભોજરાજસિંહ ઝાલા સહિતના

સમગ્ર પોલીસને મકરસંક્રાત અંતર્ગત સરપ્રાઈઝ ચેકિંગ પ્રતિબંધિત દોરીઓ ની દુકાનો સ્ટોલ ને ચેક કરી ઝુંબેશ હાથ ધરી હતી અને ટુ-વ્હીલરોને જોખમી દોરવીથી ઇજાગસ્ત ના થાય તે માટે લોકો જાગૃત થાય તેવા હેતુથી લોકજાગૃતિ પોસ્ટરો વાહનોમાં જાહેર માર્ગો પર ભીત્યા સંદેશ પાઠવ્યા હતા અને ટુવિલરોમાં દોરીથી અકસ્માત જનક વાહન ચાલક જખમીના થાય તે માટે પ્રોટેક્શન રીલ મોટરસાયકલ માં લગાડવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી હતી જે સમગ્ર પ્રજાલક્ષી કામગીરી કરતી વાંકાનેર સીટી પોલીસ સમગ્ર ટીમ તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે


