
અમદાવાદ જિલ્લાના ભડીયાદ ખાતે હજરત મહેમુદ શાહ બુખારીના ઉર્સ મુબારક નિમિત્તે દાદા મહેમુદ શાહ બુખારી ના ભક્તો શ્રદ્ધાળુઓ ચાહકો ની પગપાળા મેદની દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ શહેર જિલ્લામાંથી પસાર થઈ રહી છે ત્યારે વાંકાનેર માં છેલ્લા પાંચ વર્ષથી પગપાળા ની મેદની તારીખ 5 1 2025 ના રોજ હજરત દિલદારશાપીરની દરગાહેથી શાહ બાવા દરગાહ શરીફ થી ધુમ દાદા ધુમ બુખારી ના નારાઓ સાથે પદયાત્રીઓ દર વર્ષની જેમ રાબેતા મુજબ રવાના થયા છે જે આ વર્ષે પણ રાબેતા મુજબ સાંજે 04:30 કલાકે પગપાળા મેદની નું જુલુસ મા બહોળી સંખ્યામાં બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા આ પગપાળા મેદની ને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે વાંકાનેરમાં દિલદારશાપીર ની દરગાહ શરીફ ખાતે ઋતુ મુજબ નિયાઝ તકસીમ કરવામાં આવે છે




