
બરોડા જિલ્લા ના સાવલી મદરશા એ જામીયા મદારૂલ ઉલૂમ ખાતે બીજો સમુહ શાદી કાર્યક્રમ યોજાયો મુસ્લિમ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજોને તિલાંજલી આપવા અને બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મુકી સાદગી સભર લગ્ન કરવામાં આવે તેવા શુભ સંદેશ આશયથી સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં (૧૧)જોડાઓના નિકાહ કરવામાં આવ્યા હતા આગેવાનો મહાનુભાવો વડીલો સમાજના હિતેચ્છુઓ કાર્યકરો એ હાજરી આપી દુલ્હા દુલ્હને શુભેચ્છાઓ પાઠવી દુવા પ્રાર્થના થી નવાજવામાં આવ્યા હતા. સાથે હુશૈની ખિદમતે ખલ્ક કમીટી દ્વારા આવેલ મહેમાનો નુ ટોફી સન્માન પત્ર ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતુ.કાર્યક્રમ દરમિયાન સમાજને ફિજુલ ખર્ચા દૂર રહી કોમી એકતાના પ્રતીક જાગૃતિ નો સંદેશો પાઠવી મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી.
