
મોરબી જિલ્લા પંથકમાં સતત પોલીસ તંત્ર એલર્ટ થયું હોય જેના ભાગરૂપે દારૂના દૂષણ સહિત અન્ય ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવાના પ્રયાસના ભાગ રૂપે ફરજ ના ભાગે પોલીસ તંત્ર સતત પેટ્રોલિંગ હાથ ધરી હોય ત્યારે હળવદ પંથકમાં ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે હળવદ તાલુકાના સુખપર નજીક હાઈવે પર ટ્રેલરમાં માટીની આડમાં છુપાવી લઇ જવાતો ૨૨૫૬ બીયરના ટીનનો જથ્થો એલસીબી ટીમે ઝડપી લઈને બીયર અને ટ્રક સહીત ૨૨ લાખથી વધુનો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અમદાવાદ તરફથી એક ટ્રક ટ્રેલર હળવદ તરફ આવતું હોય જેમાં માટીની આડમાં બીયરનો જથ્થો છુપાવી રાખ્યાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને સુખપર અને શક્તિનગર ગામ વચ્ચે ટ્રક પસાર થતા રોકીને તલાશી લીધી હતી જે ટ્રકમાંથી બિયરની પેટીઓ નંગ ૯૪ કીમત જેમાં બીયર નંગ ૨૨૫૬ મળી આવતા પોલીસે ૨.૮૨ લાખનો બીયરનો જથ્થો તેમજ ૨૦ લાખનો ટ્રક અને અન્ય મુદામાલ સહીત કુલ રૂ ૨૨,૮૭,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી રામેશ્વરલાલ ઉર્ફે રમેશ નંદાજી ગુર્જર રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધો છે

જે બીયરનો જથ્થો મોકલનાર આરોપી દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવશા રાઠોડ રહે ચિતોડગઢ રાજસ્થાન અને માલ મંગાવનાર આરોપી મયુરભાઈ ઉર્ફે કાલી રહે હળવદ વાળાના નામો ખુલતા હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

