
વાંકાનેર: પોલીસ એટલે પ્રજાનો મિત્ર છે શત્રુ નહીં તે કહેવતને સાર્થક કરતી ઘટનાઓ અવારનવાર પોલીસ તંત્ર દ્વારા ફરીથી ના ભાગે ફરજની સાથે માનવતાભેર કાર્ય કરી પ્રજા રક્ષક તરીકેનું ઉદાહરણ પૂરું પડે છે તેવું જ કંઈક વાંકાનેરમાં ટ્રાફિક પોલીસ ચોકી હાઈવે પર ફરજ બજાવતા



ભોજરાજસિંહ હરદેવસિંહ ઝાલા ટ્રાફિક સેન્સ અંતર્ગત વાંકાનેર હાઈવે પર ચેકિંગ દરમિયાન સર્વિસ રોડ ઉપર રેઢું પડેલું શંકા સીલ મોટરસાયકલ એસપી 125 મોડલ 2021 નું મળી આવેલ જેને ઓનલાઇન તપાસ કરતા મૂળ માલિક હળવદના પુનમબેન મંગળભાઈ ભોજવિયાનું માલુમ પડ્યું હતું જે અંગે મોરબી પોલીસ માં અરજી કરેલ હોય તેની ખરાઈ કરી મોરબી પોલીસનો સંપર્ક કરી અરજી નો નિકાલ કરવા વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એચ વી ઘેલા ની સૂચના સાથે માર્ગદર્શન થી મોટરસાયકલ ના મૂળ માલિક હળવદના ને બોલાવી તેરા તુજકો અર્પણ અંતર્ગત મોટરસાયકલ શોધી આપ્યું હતું જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે