
વાંકાનેર પોલીસ ટ્રાફિક અને દારૂ ના ધંધાથીઓ પર દરોડા પાડવાની ઝુંબેશ કડક કરી!

વાંકાનેર શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવાના પ્રયાસો ફરજ ના ભાગે પોલીસે સતત ત્રીજા દિવસે પણ કાયદા તોડ વાહન ચાલકો સામે કાયદાનું શાસ્ત્ર ઉગાવી દીધું હોય જેથી કાયદા તોડ વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના અંતર્ગત નાયબ પોલીસ અધ્યક્ષ ના માર્ગદર્શનથી વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એચ વી ધેલા અને તેની ટીમ ના પી.એસ.આઇ વી. કે. મહેશ્વરી પીએસઆઇ ડી.વી. કાનાણી સહિત ટ્રાફિક પોલીસ અને ડી સ્ટાફ વગેરે પોલીસ કાફલા એ વાંકાનેર શહેર પોલીસની હદમાં ફરજના ભાગે એલર્ટ થયા છે જેથી દેશી દારૂ ના દૂષણોને નાબૂદ કરવાના પ્રયાસો ની સાથે સાથે ટ્રાફિક સમસ્યા હળવી કરવાના પ્રયાસો ફરજ ના ભાગે સતત ત્રણ દિવસથી ટ્રાફિક ડ્રાઈવ શરૂ રાખી હતી જેમાં ટોટલ 21 વાહન ચાલકો એ કાયદા નો ભંગ કરી ટ્રાફિક સેન્સ નો અભાવ અનુભવીઓ હોય તેમ હાજર દંડ તારીખ 4 12 2024 ના રોજ ₹10,100 નો વાહન ચાલકો પાસે વસૂલી સરકારની તિજોરીમાં આવક રડી દીધી છે નાના મોટા વાહનો પર ડોક્યુમેન્ટ સહિત વાહન ચેકિંગ કાર્યવાહી કરતા પીએસઆઇ વી કે મહેશ્વરી તસવીરમાં દ્રશ્યમાન થાય છે
