
જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના સદસ્યો ટીડીઓ ડીડીઓ સહિતના ફરજ નિષ્ઠ કર્મચારીઓની ખાતમુહૂર્ત નિમિત્તે હાજરી

વાંકાનેર પંથકમાં ચોમાસા ઋતુમાં અતિ ભારે વરસાદે ગુજરાતમાં દરેક શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં નદી નાલા હોકરા રોડ રસ્તા માં મોટું નુકસાન ના અહેવાલો અખબારી અહેવાલ સાથે સરકારી ચોપડે ચડ્યા પછી ગુજરાતના રોડ રસ્તાની મંજૂરી ની મોર ગુજરાતના મુખ્યમંત્રીએ આપી દીધી છે જેના ભાગે ગુજરાતના મોટાભાગના માર્ગો મજબૂત થવા લાગ્યા છે જેમાં વાંકાનેર પંથકમાં પણ ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તા ના કામ એક્ટિવિટી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત હસ્તે ફાળવણી કરવામાં આવી છે જેની કામગીરી હાથ ધરતા વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તા ના સ્થાનિક પ્રજાના પ્રતિનિધિ ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે ત્યારે 67 વાકાનેર કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે જીયાણા ગામ થી હાઈવે સુધી નો એપ્રોચ( રિસફ્રેસ) નો રોડ 86.10 લાખના ખર્ચે બની રહ્યો છે


તેનું ખાતમુરત જીતુભાઈ સોમાણીના હસ્તે કરાયું હતું તેમજ રાણપુર નવાગામ થી હાઇવે સુધી એપ્રોચ (રિસફ્રેસ) નો માર્ગ ૫૫. ૧૨ લાખના ખર્ચે બની રહ્યો છે તેનું પણ ખાતમુરત જીતુભાઈ સોમાણી ના હસ્તે કરાયું હતું જેથી 67 વાંકાનેર કુવાડવા મતવિસ્તાર મા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં સમસ્યા રોડ રસ્તાની હળવી થવાની આસાની કિરણો નો દીપ પ્રગટી ઉઠ્યો હતો અને ધારાસભ્યને હિન્દુ વિધિ અનુસાર નાની બાળાઓ કુમકુમના તિલક કરી રોડ રસ્તા નું ખાતમુરત અંગે વિધિ અનુસાર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક સરપંચો અગ્રણીઓ ગામજનો અને સરકારી કર્મચારીઓ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા જે તસવીરમાં દ્રશ્ય મન થાય છે




