
વાંકાનેર ગાયત્રી મંદિર પાસે આવેલામચ્છુ કાંઠા- મોરબી વૃદ્ધાશ્રમના સંચાલક ડોક્ટર દિલીપભાઈ શાહ દ્વારા આશરે ૧૮૦૦૦ જેટલા કપડા ની જોડીનું પ્રાથમિક શાળાના બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું. ઘણી બધી પ્રાથમિક શાળાઓએ આ દાનનો લાભ લીધો હતો. ડોક્ટર દિલીપભાઈ શાહ ના પિતાના નામે આ વૃદ્ધાશ્રમ બનેલો છે અને ડોક્ટર દિલીપભાઈ શાહ મુંબઈમા પોતે ડોક્ટર છે.

મૂળ વાંકાનેર ના કેરાળા ગામના વતની દિલીપભાઈને તેમના વતન પ્રત્યે અપાર પ્રેમ છે. તેઓનું આખું પરિવાર તબીબી ક્ષેત્ર જોડાયેલું છે. ડોક્ટર સાહેબ છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે ગરીબ વર્ગના બાળકો માટે નિઃશુલ્ક કપડાનું વિતરણ કરે છે. ગયા વર્ષે પણ તેમના દ્વારા પ્રાથમિક શાળાના બાળકો અને બીજા અન્ય ગરીબ બાળકો માટે કપડા વિતરણ કરવામાં આવ્યા હતા. ધન્ય છે આવા વીર દાતાઓને જે બીજા માટે આવું સુંદર કામ કરે છે. મધુબન ખુશ્બુ દેતા હૈ .સાગર સાવન દેતા હૈ. જીના ઉસકા જીના હે જો ઓરો કો જીવન દેતા હૈ. આ પંક્તિઓને ડોક્ટર સાહેબે સાર્થક કરી છે

