
રાસ ગરબા મંગળા દર્શન તિલક દર્શન ધ્વજબંધ મનોરથ નું આયોજન

વાંકાનેરમાં ગોરધન નાથજી તથા બાલકૃષ્ણ લાલજી ની હવેલી ખાતે આગામી તારીખ 24 ને મંગળવારે શ્રી વિઠ્ઠલનાથજી (શ્રી ગુસાઈજી પ્રભુ) ના ₹509 પ્રાગટ્ય દિન ની રામધૂનથી ઉજવણી માટે ટ્રસ્ટીઓ સેવકો દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે આતકે 23 ને સોમવારે રાત્રે ના (નવ) કલાકે રામ ચોક ખાતે આવેલ બ્રહ્મ સમાજની વાડી ખાતે નૃત્ય રાસ ગરબાનું આયોજન કરાયું છે તારીખ 24 ને પ્રાગટ્ય ઉત્સવ ના પારંભે મંગળા દર્શન સવારે 6:30 કલાકે તિલક દર્શન બપોરે 12:00 કલાકે શયન દર્શન સાંજે 6-5 કલાકે યોજાઈ બાદ સાંજે 7:00 થી સમસ્ત વૈષ્ણવ પરિવારો માટે ધ્વજ બંધ મનોરથ (મહાપ્રસાદ)નો પારંભ રામ ચોક ખાતે આવેલ બ્રાહ્મણ ભોજન શાળા માં યોજાશે આ કાર્યક્રમનો લાભ લેવા પ્રમુખ ગુલાબરાયજી સુબા તથા મંત્રી મુકેશભાઈ મહેતાએ વૈષ્ણવ પરિવારોને અનુરોધ કર્યો છે




