
“‘અરબી ઉર્દુ ગુજરાતી અંગ્રેજી મા અભ્યાસ કરતા બાળકોને ઇનામ વિતરણ કરાયું: પીએસઆઇ ડી.વી. કાનાણીએ મહિલા અને બાળ સુરક્ષા સાથે સાઇબર ક્રાઇમ અંગે માર્ગદર્શન આપ્યું”‘

વાંકાનેર ખાતે અહીં આવેલ મોમિન શેરી પાસે ના સુન્ની મોમીન મુસ્લિમ સમાજના મદ્રાસામાં વાર્ષિક તેજસ્વી તારલા મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં દીન દુનિયાવી અરબી ઉર્દુ મદ્રાસામાં ઈસ્લામી જ્ઞાન પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું સાથોસાથ શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓ જ્ઞાન પ્રાપ્ત કરે તે


માટે મોબાઈલથી દૂર રહેવા વાંકાનેર સીટી પોલીસ મથકના પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.વી. કાનાણી એ ધાર્મિક કાર્યક્રમની સાથે સાથે શિક્ષણ તરફ વિદ્યાર્થીઓ જ્ઞાન પ્રાપ્ત કરી આજના આધુનિક યુગમાં બાળકોને સાઇબર ક્રાઇમ સાથે મહિલા બાળ સુરક્ષા અંગે વિશેષ માહિતગાર કર્યા હતા આજના આધુનિક યુગમાં વિવિધ ફ્રોડ ચીટીંગ મોબાઇલ ના ઓનલાઇન ગેમ માં પણ ફ્રોડ નો ભોગ બનવાની સાથે સાથે instagram whatsapp facebook ના માધ્યમથી થતા ફ્રોડ માં સાઇબર ક્રાઇમ અંગે કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમની સફળ બનાવવા માટે સુન્ની મોમીન મુસ્લિમ જમાતના મદ્રાસા ના સંચાલકો સ્થાનિક અગ્રણીઓ આગેવાનો અને વિદ્યાર્થીઓ સાથે વાલી સહિત ના મહાનુભવો મહેમાનો મોટી સંખ્યા હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ફારૂકભાઈ બિલી, જાકીરભાઇ ભોરણીયા, ઈસ્માઈલભાઈ શેરસીયા, અને ઈસ્માઈલભાઈ પટેલ વગેરે તેજસ્વી તારલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા વાર્ષિક તેજસ્વી તારલા મહોત્સવમાં હાજર રહ્યા હતા જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે


