
વિકાસની બૂમાબૂમમાં વ્યસ્ત મતદાર પ્રજા સમસ્યાથી પરેશાન!!!આજના આધુનિક યુગમાં મોટાભાગના શહેર જિલ્લાથી લઈ ગ્રામ્ય વિસ્તારમાં કોમ્પ્યુટર મોબાઇલ થી ગ્રામ્ય વિસ્તારના લોકો પણ વિવિધ સમસ્યાઓથી પરિચિત બન્યા છે ત્યારે વાંકાનેર શહેરના સાંકડા રસ્તામાં ભારે વાહન પ્રવેશ વરસાદ ની ઋતુમાં પુલમાં પડેલી પોલ ને પુરવામાં તંત્ર વિકાસ નુ મુરત ની રાહ જોઈ રહ્યું હોય તેમ વાંકાનેર શહેરના બાયપાસ પ્રવેશ ના પુલ એવા રાતી દેવડી પંચાસીયા તરફનો પુલ પર પ્રવેશ વાહનોનો પ્રતિબંધિત કરી દીધો છે ત્યારથી વાંકાનેર શહેરમાં ભારે વાહનોનો પ્રવેશ ના દ્વાર ખુલ્લા મુકવામાં આવ્યા ત્યારથી ટ્રાફિકની સમસ્યા થી વાહન ચાલકો રાહદારીઓ માટે સિર દર્દ સમા બન્યા છે અને તંત્ર દ્વારા ટ્રાફિક ડ્રાઈવ માં નાના-મોટા વાહનચાલકો મંદી મોંઘવારીના માહોલમાં દંડ પ્રક્રિયાનો ભોગ બની ગુંજા હળવા કરી રહ્યા છે ત્યારે વિકાસની ગુમાબૂમ કરતા નેતાઓ સમસ્યાઓ હળવી કરી મતદાર પ્રજાની પરેશાની દૂર કરી વાંકાનેર શહેરની ટ્રાફિક સમસ્યા ની સાથે ખરા અર્થે વિકાસની દિશામાં વળાંક આપે તે આજના આધુનિક યુગમાં શહેર ગ્રામ્ય વિસ્તારની પ્રજા માં લાગણી જન્મી છે તંત્રની નિષ્ક્રિયતા સાથે નેતાઓની નિષ્ફળતા ની ઓળખ પુરી પાડતી સમસ્યા સ્વરૂપ તસવીર વિકાસની બુમા બુમને પારખી રહી હોય તેવી દ્રષ્ટિએ તસવીરમાં પુલમાં પડેલી પોલ તંત્રની પોલ ખોલી રહી છે જે વિકાસની બૂમાબૂમ કરતા નેતાઓ માટે લાલબત્તી સમા બની છે

