
વાંકાનેર : બાર એસોસિયેશનની નવી બોડીમાં પ્રમુખ તરીકે સુનિલભાઈ મહેતા, ઉપપ્રમુખ તરીકે ધર્મેશભાઈ પરમાર, સેક્રેટરી તરીકે કારુભાઇ ખોરજીયા, ખજાનચી તરીકે અર્પિત જોબનપુત્રાની બિનહરીફ વરણી થયા બાદ એકમાત્ર જોઈન્ટ સેક્રેટરી પદ માટે યોજાયેલી ચૂંટણીમાં મીનાક્ષીબેન વોરાનો વિજય થયો હતો.

~જસદણમાં પ્રમુખ તરીકે મહાવીર બસિયાની નિમણૂક
જસદણ : બાર એસોસિયેશનના સભ્યો દ્વારા સર્વસંમતિથી હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. પ્રમુખ પદે મહાવીર એચ.બસિયા, ઉપપ્રમુખ તરીકે હરેશ કે.સોલંકી તથા સેક્રેટરી પડે વિપુલ હતવાણીની નિમણૂક કરવામાં આવી હતી. ઉપરાંત લાઇબ્રેરીયન તરીકે મોહિતભાઈ આર.રવિયા અને ખજાનચી તરીકે નદીમ યુ.ધંધુકિયા, મહિલા પ્રતિનિધિ તરીકે મધુબેન ડી.તોગડિયાની નિમણૂક કરવામાં આવી હતી.

~ ગોંડલમાં સમરસ પેનલનો ભવ્ય વિજય
ગોંડલ : બાર એસોસિયેશનની ચૂંટણીમાં કુલ ૨૭૩ વકીલોએ મતદાન કર્યું હતું. જેમાં મતગણતરીને અંતે સમરસ પેનલના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. પ્રમુખ તરીકે સાવન એન.પરમાર, ઉપપ્રમુખ તરીકે મિતુલ ડી.રૈયાણી, અમુભાઈ પરમાર, જોઈન્ટ સેક્રેટરી તરીકે વિનયકુમાર રાખોલીયા, પાર્થરાજસિંહ જાડેજા ચૂંટાયા હતા. સેક્રેટરી તરીકે ગિરીશ ધાબલિયા બિનહરીફ થયા હતા.
~ કોડિનારમાં પ્રમુખ તરીકે પ્રતાપભાઈ ચાવડા બીજી વખત વિજેતા
કોડિનાર : બાર એસોસિયેશનની સ્થાપના બાદ બીજી વખત ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૭૮ માંથી ૭૨ મતદારોએ મતદાન કર્યું હતું. પ્રમુખમાં ત્રણ ઉમેદવારોમાંથી પ્રતાપસિંહ વી.ચાવડા બીજી વખત વિજેતા થયા હતા. ઉપપ્રમુખમાં બે ઉમેદવારોમાંથી ધર્મેન્દ્રસિંહ વાળા વિજેતા જાહેર થયા હતા. ખજાનચી તરીકે ભુપેન્દ્ર રાઠોડ વિજેતા થયા હતા.

~ તાલાલામાં આઠમી વખત પ્રમુખપદે સંજયસિંહ રાઠોડ બિનહરીફ
તાલાલા : બાર એસોસિયેશનની ચૂંટણીમાં પ્રમુખ તરીકે સંજયસિંહ રાઠોડનું એકમાત્ર ઉમેદવારી પત્રક હોવાથી ચૂંટણી અધિકારીએ બિનહરીફ જાહેર કર્યા છે. સંજયસિંહની તાલાલા બાર એસોસિયેશનમાંથી અગાઉ સાત વખત પસંદગી થઈ હતી. વકીલ મંડળનું ગૌરવ વધે તેવી સૌને સાથે રાખીને કામગીરી કરવા બદલ આઠમી વખત પણ બિનહરીફ પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે મુકેશભાઈ દેવળીયા, સેક્રેટરી તરીકે જયદીપભાઇ કુંભાણી, ખજાનચી તરીકે હર્ષદભાઈ પાઠકની વરણી કરવામાં આવી છે.