
સમગ્ર રાજ્યમાં ઠંડીની મોસમ પોતાનો મિજાજ પ્રગટ કરી માનવ ને ધ્રુજાવી રહી છે ત્યારે ઉપર આભ નીચે ધરતી ખુલ્લા મા ફૂટપાયરી ઝુપટ પટ્ટી માં વસવાટ કરતા રોડ રસ્તા પર રહેતા લોકોને ગરમ ધાબળા વિતરણ કરી માનવતાની મહેક પૂરી પાડવા સેવકો દ્વારા પ્રયાસો જુદી જુદી રીતે કરવામાં આવતા હોય છે જેમાં કોઈ સંસ્થાના માધ્યમથી તો કોઈ દાતા ના સહયોગથી પોતપોતાની યથા શક્તિ મુજબ ઈશ્વરના ચરણોમાં શુદ્ધ હૃદય પૂર્વક ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરવાના પ્રયાસો ના ભાગરૂપે જે લોકો દ્વારા પશુ પક્ષી માનવ સેવા કાર્યો પરિસ્થિતિને પારખી કરતા હોય છે



જે હાલ શિયાળાની ઋતુમાં સુસ્વાટા મારતી ઠંડીની લહેર થી બચવા લોકો ગરમ કપડા ગરમ ધાબળા થી ઠંડી થી બચવાના પ્રયાસો કરી રહ્યા છે એવા સમયે ઉપર આભ નીચે ધરતી મા રહેતા રોડ રસ્તા પર વાંકાનેરમાં જરૂરત મંદ માટે એક યુવાન એ અનોખી સેવા ની શરૂઆત કરી છે જે વાંકાનેર માં શિવ શક્તિ એન્ટરપ્રાઇઝ વાળા જયેન્દ્રસિંહ એમ ઝાલા જેવો વિકાસલક્ષી શાસનકાળ ભાજપના યુવા પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે જે કોઈપણ પ્રકારનો ફંડ ફાળો લીધા વગર પોતાની જાતે જરૂરત મંદને સમી સાંજથી મોડી રાત્ર સુધી પોતાના વાહનમાં જાતે જરૂરત મંદ ને ખોજી ગરમ થાબડાનું વિતરણ કરી રહ્યા છે અને જરૂરત મંદ માનવો માટે હેલ્પલાઇન નંબર મોબાઈલ સાથે વાંકાનેર પંથકમાં ગરમ ધાબળા મેળવવા અપીલ કરી છે
