
રાજકોટ સીટી એલસીબી ટીમે ફૂલછાબ ચોક પાસેથી સીએનજી રીક્ષામાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોય પોલીસે બે રીક્ષા અને દારૂનો જથ્થો કબજે લીધો છે જે દારૂ પ્રકરણમાં પિતા અને પુત્રના નામો ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે

રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૨ જગદીશ બાંગરવાની સુચનાથી રાજકોટ સીટી ઝોન ૨ એલસીબી પીએસઆઈ આર એચ ઝાલાની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ફૂલછાબ ચોક ભીલવાસ શેરી નં ૦૨ પાસેથી અગાઉ દારૂના ગુનામાં ઝડપાયેલ નજીર ઉર્ફે મુન્નો અલ્લારખા ઠાસરીયા અને તેનો પુત્ર ઈરફાન નજીર ઠાસરીયા બંને રીક્ષામાં દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં રીક્ષામાં ડ્રાઈવર સીટ નીચે બનાવેલ ખાનામાંથી દારૂની અલગ અલગ બ્રાંડની બોટલ નંગ ૫૦ તેમજ બે રીક્ષા સહીત કુલ રૂ ૧,૩૪,૫૨૪ નો મુદામાલ જપ્ત કર્યો છે

દારૂ પ્રકરણમાં નામો ખુલ્યા છે તે પિતા નજીર અને પુત્ર ઈરફાન બંને રીઢા ગુનેગાર હોવાનું ખુલ્યું છે આરોપી નજીર વિરુદ્ધ રાજકોટના વિવિધ પોલીસ મથકમાં ૧૨ જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે તો આરોપી ઈરફાન વિરુદ્ધ રાજકોટ જીલ્લાના પોલીસ મથકમાં ૧૩ ગુના નોંધાઈ ચુક્યા છે
જે કામગીરીમાં એલસીબી પીએસઆઈ આર એચ ઝાલા, જે વી ગોહિલ, રાજેશભાઈ મિયાત્રા, રાહુલભાઈ ગોહેલ, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઈ વાઘીયા, ધર્મરાજસિંહ ઝાલા અને કુલદીપસિંહ રાણા સહિતની ટીમ જોડાયેલ હતી