
એક બનો નેક બનો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરાશે

રાજકોટ શહેર જિલ્લામાં એક બનો નેક બનો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિના એકતા ના પ્રતીક કાર્યો છેલ્લા દસ વર્ષથી કરવામાં આવે છે જે આ વર્ષે પણ રાજસ્થાનના મજહૂર ઔલીયા હઝરત ખ્વાજા ગરીબ નવાજ “‘હિન્દ”‘ના રાજા ખ્વાજા સાહેબની છઠ્ઠી મુબારક નિમિત્તે દર વર્ષે એક બનો ને બનો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી તારલાઓને ઇનામ શૈક્ષણિક કીટ સાથે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવતા હોય છે જે આ વર્ષે પણ તારીખ 4 1 2025 અને તારીખ 5 1 2025 એમ બે દિવસ સુધી ધોરણ એક થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે અને દિન દુનિયાવી તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાવવામાં આવે છે આ કાર્યને સફળ બનાવવા માટે રાજકોટ ખાતે ની સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા એક બનો નેક બનો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ

ના પ્રમુખ હાજી ભાઈ બુચડ,યુનુસશા,સજ્જાદ ખાન,મહેબૂબ ભાઈ મલેક,શબ્બીર ભાઈ કુરેશી,અબ્દુલ ભાઈ વિગેરે શિક્ષણ ક્ષેત્રે અને દિન દુનિયાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે છેલ્લા દસ વર્ષથી સતત સંસ્થાના નામ પ્રમાણે જ કામ હાથ ધર્યા હોય તેવા પ્રયાસો કરી રહ્યા છે જે આ વર્ષે પણ રાબેતા મુજબ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે મહાનુભવો અને દાતાઓના સહયોગથી કાર્ય હાથ ધરવામાં આવ્યું છે મુસ્લિમ પ્રથમ ચાંદ થી છ ચાંદ સુધી બાળકોને ભાવતા ભોજન ની ન્યાઝ તકસીમ કરવામાં આવે છે તેવું સંસ્થાના આયોજકો દ્વારા જાણવા મળ્યું છે





