
મોરબી તાલુકા ના માળિયા વનાળીયા ગ્રામ પંચાયત હદમાં આવેલા વિસ્તારોમાં વર્ષોથી વસવાટ કરતા 25 જેટલા અરજદારોએ પોતાના આધાર કાર્ડ સાથે ઘરનું ઘર સરકાર દ્વારા આપે તેવી માંગણી કરી છે


જેમાં માળિયા વનાળીયા ગ્રામ પંચાયત ની હદમાં આવેલા ન્યુ ત્રાજપર વિસ્તારના 25 જેટલા લોકોએ પોતાના નામ જોગ આધારકાર્ડ સાથે માળીયા વનાળી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સમક્ષ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા કલેકટર ને સંબોધીને પત્ર લખ્યો છે જેમાં ચીફ ઓફિસરને પણ નકલ રવાના કરવાનું જણાવ્યું છે તે આવેદનપત્રમાં આપેલી વિગત એવી છે કે ઘરવિહોણા પરિવારો દ્વારા ઘરના ઘરની આવાસ યોજના સરકારની ઘરનું ઘર યોજનામાં સમાવેશ કરી સર્વે ઘરવિહોણાને ઘરનું ઘર મળે એવી 25 જેટલા અરજદારોએ પોતાના આધાર કાર્ડ નું અરજી સાથે બીડાણ કરી ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને લેખિતમાં પત્ર પાઠવ્યો છે

