
અહમદાબાદ જિલ્લા ના ધંધુકા ના ભડીયાદ ખાતે મશહૂર ઓલીયા હઝરત મહેમુદ શાહ બુખારી ના ઉર્સ મુબારક નિમિત્તે મોરબી થી પગપાળા મેદની દર વર્ષની જેમ આ વર્ષે પણ રાબેતા મુજબ “‘ધુમ દાદા ધુમ બુખારી”‘ ના નારા સાથે રવાના થશે

મોરબી ખાતે જેન્યુન ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ અને મુસ્લિમ અગ્રણી આરીફ ભાઈ બ્લોચ ની આગેવાની હેઠળ મોરબીના ગ્રીન ચોક વિસ્તાર માં મહેમુદશા બુખારીના છીલ્લા મુબારક થી પગપાળા મેદની દર વર્ષની જેમ આ વર્ષે પણ કોમી એકતાના પ્રતીક ધોળકા ધંધુકા ના ભડીયાદ ખાતે હઝરત મહેમુદ શાહ બુખારી ના ઉર્સ મુબારક નિમિત્તે મુસ્લિમ ત્રણ ચાંદ રજબ ના રવાના થશે જે હળવદ સુરેન્દ્રનગર થઈ ધંધુકાના ભડીયાદ ખાતે ઉર્સ મુબારક નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ હાજરી આપવા માટે તડા માર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે



