
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આમ જનતાને સાથે રાખી મોરબી નગરપાલિકાના વાહનકરના વિરોધમાં વાંધા અરજી અને લેખિત આવેદન પાઠવવામાં આવ્યું છે

મોરબી નગરપાલિકા દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે કે મોરબી નગરપાલિકામાં કોઈપણ વ્યક્તિ વહાન લે તો વહાનકર ચુકવવો પડશે. મોરબી નગરપાલિકા વિસ્તારમાં રોડ-રસ્તા,ગટર વ્યવસ્થા, આરોગ્ય ની સુવિધા નો અભાવ હોવા છતાં મોરબી નગરપાલિકા દ્વારા વહાનકર નામનો વેરો આમ જનતા પર નાખીને કમર તોડવાના પ્રયાસો કરવા આવ્યા છે. ખાસ કરીને આ વેરો આમ જનતા ને ટાર્ગેટ કરીને રાખવામાં આવ્યો હોય તેવું લાગે છે કેમકે ખાસ કરીને રીક્ષા,છકડો, કે નાના ત્રણ વ્હિલ વાળા વહાનો નાના લોકોની રોજીરોટી માટે ખરીદતા હોય છે તો ત્યારે આવા કમરતોડ વેરો લગાડી ને નાના લોકોની રોજગારી છીનવાઇ જવાની ભીતી સેવાઈ રહી છે. નાના માણસોને આ વહાનવેરો પોસાઈ તેવી પરિસ્થિતિ નથી છતાં નગરપાલિકા દ્વારા આ વેરો લગાડી દેવાની તૈયારી બતાવી છે

ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આમ જનતા ને સાથે રાખી મોરબી નગરપાલિકા ના ઠરાવ વિરુદ્ધ આશરે ૫૦ જેટલી વાંધા અરજી કરવામાં આવી છે અને ચીફ ઓફિસર ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આમ આદમી પાર્ટી ના જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા અને મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ દ્વારા જો આ વહાનવેરા નો ઠરાવ રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં મોરબી ની જનતા ને સાથે રાખી ને ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.