
21 દુલ્હા- 21 દુલ્હનનો નિકાહ પઢી પવિત્ર બંધન માં બંધાયા!!!

આજની આ કારમી મોંઘવારીમાં મધ્યમ ગરીબ પરિવાર દીકરી દીકરાના સમયસર લગ્ન યોજવા અને સમાજમાં એકતાના પ્રતીક કુળટેવ સાથે કુળ રિવાજો ને નસ્ત નાબૂદ કરવા સમાજ ચિંતકો દ્વારા આયોજન કરવામાં આવતા હોય છે ત્યારે ભાવનગર ખાતે સરકાર કમિટી દ્વારા અવાજ સમાજ ચિંતક કાર્યને સ્થાન આપવા માટે તારીખ 22 12/2024 ને રવિવારના રોજ પાંચમો સમૂહ સાદી નો કાર્યક્રમ યોજાયો હતો જે

ભાવનગર શહેરના આઇટીઆઇ કોલેજની બાજુમાં પેઢક વિસ્તારમાં સરકાર કમિટી દ્વારા મુસ્લિમ સમાજનો પાંચમો સમૂહ સાદી સમારોહ યોજાયો હતો આ સમૂહ શાદી સમારોહમાં 21 દુલ્હા દુલ્હનનો એક જ મંડપ નીચે નિકાહ કલમા પડ્યા હતા અને પવિત્ર બંધન માં બધાયાર હતા જે કાર્યક્રમમાં મહાનુભાવો ઉપસ્થિત રહેલા વડીલો વૃદ્ધો એ દીકરી દીકરાઓને દુઆ આશીર્વાદ પાઠવ્યા હતા આ કાર્યક્રમની સફળ બનાવવા માટે સરકાર કમિટી દ્વારા દાતાઓના સહયોગથી દુલ્હન દીકરીઓને ઘરનું કરિયાવર આપવામાં આવ્યું હતું આ મુબારક વરસ અંગે મૌલાના આગેવાનો એ દુલ્હા અને દુલ્હનને નિકાની મુબારકબાદી પાઠવી હતી જેમાં રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને કસ્બા અંજુ મને ઇસ્લામના પ્રમુખ મહેબુબભાઇ શેખ દ્વારા શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો જ્યારે આ પ્રસંગે સરકાર કમિટીના પ્રમુખ ગફારભાઈ શેખ પૂર્વ નગર સેવક કાળુભાઈ બેલીમ, કસ્બાના પૂર્વ પ્રમુખ તોસીક ભાઈ શેખ સહિત સેન્ટ્રલ તાજીયા કમિટીના ઉપપ્રમુખ રજાકભાઈ કુરેશી તળાજા સિપાઈ સમાજના પ્રમુખ અયુબભાઈ દસાડિયા ઇમામ વાડા મસ્જિદ ના પેશ ઇમામ મૌલાના દાઉદ સાહેબ અને સમસ્ત મુસ્લિમ સમાજ અગ્રણી હુસેનભાઇ સરવૈયા મુન્નાભાઈ અડવાણી (એસટી અગ્રણી તળાજા) સમા સતારભાઈ ભીખુભાઈ, ચુડેસરા અલ્તાફભાઈ (તળાજા) હારૂણભાઇ મલેક વગેરે આગેવાનો અને


સમસ્ત મુસ્લિમ સમાજના વડીલો વૃદ્ધો મહિલાઓ અને દુલા દુલ્હનના સગા સંબંધીઓ પરિવારજનો મોટી સંખ્યામાં આ ભાવનગર માં સરકાર કમિટી દ્વારા યોજાયેલા પાંચમા સમૂહ શાદી અવસરે ઉપસ્થિત રહ્યા હતા જે આ કાર્યક્રમને સફળ બનાવવા સરકાર કમિટીના પ્રમુખ ગફારભાઈ શેખ (પેડક) કુરેશી ઉમરભાઈ (રાહી પ્રેસવાળા) હુસેનભાઇ ધોબી (બાદશાહ) પઠાણ સિરાજ ખાન માસ્તર, ગામે ખાન હુસેન ખાન પઠાણ, કુરેશી દાદુભાઇ ઉમરભાઈ, કાદરભાઈ ગફારભાઈ શેખ. અસ્લમભાઈ કુરેશી, સહિતના સર્વે મહાનુભવો કાર્યકરો મહેમાનો ની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી જે નિકાહ કલમો પઢતા દુલ્હા દુલ્હન તસવીરમાં દ્રશ્યમાન થાય છે


