
આજરોજ તારીખ- 30/ 12/ 2024 ને સોમવારના દિવસે શ્રી જાલી પ્રાથમિક શાળાના મ.શિક્ષિકા અને 23 વર્ષ સુધી જંકશન તાલુકા શાળામાં ફરજ બજાવનારા તાલુકા શાળાના ભૂતપૂર્વ આચાર્યશ્રી ભાવનાબેન ઠાકર તરફથી સ્વૈચ્છિક નિવૃત્તિ વિદાય પ્રસંગે પોતાની આ ભૂતપૂર્વ શાળા જંકશન તાલુકા શાળાને 11000 રૂપિયા રોકડ નું અનુદાન અર્પણ કરેલ તેમજ વાંકાનેર પુસ્તક પરબને રૂપિયા5,000 ભેટ સ્વરૂપે આપેલ છે. તે માટે સમગ્ર જંકશન તાલુકા શાળા પરિવાર તેમજ પુસ્તક પરબની ટીમ આ તકે બહેનશ્રીનો હૃદયપૂર્વક આભાર માને છે અને ભગવાન ભોળાનાથ તેમનું સ્વાસ્થ્ય સારું રાખે અને તેમના જીવનની દરેક ક્ષણો આનંદ સાથે પસાર થાય તેવી શુભેચ્છા સાથે મંગલમય જીવનની શુભકામના પાઠવે છે.
