
પાણીદાર નેતાઓ પ્રજાને પીવાનું પાણી પૂરું પાડો ચૂંટણી વખતે આપેલા વચન વંચિત રહેલા શાસન પક્ષના નેતાઓ સત્તા પ્રાપ્ત કરી લોકશાહીમાં તાનાશાહીનો અહેસાસ મતદાર પ્રજાને મહેસુસ કરાવ્યો!?

સમગ્ર રાજ્ય માં શાસન પક્ષ ભાજપનો ગઢ ગુજરાત રહ્યું છે ત્યારથી અત્યાર સુધીમાં ગુજરાતના શહેર જિલ્લા થી લઈ ગ્રામ્ય વિસ્તારોમાં એક નહીં અનેક સમસ્યાઓ થી મતદાર પ્રજા આધુનિક યુગમાં પણ સમસ્યા મુક્ત બની ના હોય તેમ ગુજરાતના ઉદ્યોગ સીટી સમા વિસ્તારોમાં પાયાની પ્રાથમિક સુવિધા નો અભાવ મતદાર પ્રજા અનુભવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારમાં પીવાના પાણીની તંગી ભર શિયાળે લોકો અનુભવી રહ્યા છે જેથી મહિલાઓએ પાણીના પ્રશ્ન ધ્યાને રાખી બેડા યુદ્ધ નો મિજાજ પ્રગટ કરી ખાલી ડોલ માટલી ગોરા લઈ વિરોધ પ્રદર્શન સાથે વિકાસની પીપૂડી વગાડતી નેતાગીરી સામે લોકશાહીમાં તાનાશાહી નો પ્રતિબિંબ પ્રગટ થયો હોય તેમ અનુભવી રહ્યા છે પાયાની પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં થાન નગરપાલિકા નિષ્ફળનીવડી હોય જેના પરિણામે થાન મા વિસ્તારો સોસાયટીઓમાં પીવાના પાણીની ભર શિયાળે તંગી અનુભવી રહ્યા છે