
નેકનામ ગામે રહેતી મહિલા આરોપીના મકાનમાં રેડ કરી પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી સ્થળ પરથી દેશી દારૂ, ગરમ અને ઠંડો આથો તેમજ ભઠ્ઠીના સાધનો સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નેકનામ ગામે રહેતા આરોપી કાંતાબેન મોતીલાલ જાદવ (ઉ.વ.૫૦) ના મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં મહિલા આરોપીના મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી સ્થળ પરથી દેશી દારૂ ૨૦ લીટર, ગરમ આથો ૫૦ લીટર, ઠંડો આથો ૨૫૦ લીટર અને ભઠ્ઠીના સાધનો સહીત કુલ રૂ ૧૩ હજારનો મુદામાલ જપ્ત કરી આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે




