
“‘વાંકાનેર ની શેરીગલીથી લઈ મુખ્ય નેશનલ હાઇવે સુધીના માર્ગો પર પોલીસનું કડક પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ ઝુંબેશ શરૂ”‘

સમગ્ર રાજ્યભરમાં વર્ષ 2024 ની વિદાયના આખરી રાત્રે એટલે 31 12/2024 ના વિદાય સમારંભ સાથે નવા વર્ષની વેલકમ 2025 ની હર્ષ સાથે ઉજવણી યુવા ધનમાં સ્થાન પામી હોય જેથી નસીલા પદાર્થો કે મોજ મસ્તી માળવાની લાઇમાં વર્ષની છેલ્લી રાત ની ઉજવણી ઉન્માદ મા ન ફેરવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા સમી સાંજથી ફરજ ના ભાગે કડકડતી ઠંડીમાં ઉચ્ચ પોલીસ વડાની સૂચના માર્ગદર્શનથી પોલીસ તંત્ર એલર્ટ રહ્યું ત્યારે વાંકાનેર પોલીસ પણ ફરજ ના ભાગે થર્ટી ફર્સ્ટ અંતર્ગત વાહન ચેકિંગ ઝુંબેશ સમી સાંજથી શરૂ કરી મોડી રાત્રે વહેલી સવાર સુધી વાંકાનેર શહેરની શેરીગલી થી લઈ હાઇવે નેશનલ ને જોડતા માર્ગો પર પસાર થતા વાહનો અને વાહનચાલકોને અટકાવી જીણવટ ભરી તપાસ સાથે વાંકાનેર સીટી પોલીસ એ જિલ્લા પોલીસ વડા ની સૂચના સાથે નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શનથી પીઆઇ એચ વી ધેલા, સમગ્ર પોલીસ સ્ટાફ વાંકાનેર શહેર પોલીસની હદમાં આવેલા વિનપરા જકાતનાકા અમરસર ફાટક ટોલનાકા વગેરે વિસ્તારોમાં વાહન ચેકિંગ સાથે વાહનચાલકોને ચેકિંગ કરવાની ઝુંબેશ કરતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે






