
વ્યાજનું વ્યાજ ચક્ર માં ફ્રોડ ચીટીંગ હની ટેપ જેવા ક્રાઈમ ના બનાવો અંગે સાયબર ક્રાઇમ નું માર્ગદર્શન આપ્યું

વાંકાનેર સીટી પોલીસની હદમાં આવેલા અરુણોદય સોસાયટી અને હસનપર ગ્રામ્ય વિસ્તારમાં વાંકાનેર સીટી પોલીસ ટીમ ના પીએસઆઇ ડી.વી. કાનાણી અને પીએસઆઇ કે.વી. મહેશ્વરી એ વિઝીટ કરી હતી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને આજના આધુનિક યુગમાં પરિસ્થિતિને ધ્યાન રાખી ડિજિટલ ગુજરાત ના સમયમાં કોમ્પ્યુટર મોબાઇલ યુગમાં ફ્રોડ ચીટીંગ હની ટ્રેપ જેવા ગુનાઓથી સતત સાવધાન રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથોસાથ સરકારની ગ્રાઇડ લાઈન મુજબ સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા મહિલા અને બાળ સુરક્ષા અંગે માર્ગદર્શન સાથોસાથ વ્યાજ નું વ્યાજ વસૂલતા લોકો સામે જાગૃતતા લાવા કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક વિસ્તારના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા એ સમયે સંપૂર્ણ વિગતવાર કાયદાકીય માર્ગદર્શન પી.એસ.આઇ.કાનાણી એ પૂરું પાડ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા પોલીસ વડાની સુચના નાયબ પોલીસ અધ્યક્ષક ના માર્ગદર્શન થી પીઆઇ એચ.વી. ધેલા ના આદેશની કરવામાં આવ્યું હતું


