રાજકોટ વાંકાનેર મુખ્ય માર્ગ એવા પચીસ વારીયા નજીક બોલેરો પીકપ વાહન રોડ ના ખાદામા ખુચિયું!!! કલેકટર એ માર્ગ મજબૂત ફરિયાદ અંતર્ગત દાણા પીઠ થી સ્ટેચ્યુ સુધી કરવા નો આદેશ કર્યા બાદ પણ સ્થિતિ વાનચાલકો માટે વહી કા વહી…
વાંકાનેર શહેરના મોટાભાગના માર્ગો ખાડાધારી રહ્યા છે જેની જિલ્લા કક્ષા સુધી ફરિયાદો ઉઠવા પામી છે એવા સમયે જિલ્લા કક્ષાની ફરિયાદ નિવારણ સમિતિમાં જિલ્લા કક્ષાના અધિકારીએ જે માર્ગ મજબૂત કરવા માટેના આદેશો આપ્યા હોવા છતાં સ્થાનિક તંત્ર વાહકો પાસે આયોજન નો અભાવ રહ્યો હોય તેમ તે માર્ગને મજબૂતી ની મોહર માં મોટું ગાબડું વાંચ ચાલકો માટે ચિંતક બન્યું છે રાજકોટ વાંકાનેર ના મુખ્ય પ્રવેશ એવા 25 વારિયા વિસ્તાર નજીક ના રોડ પર ખાડામાં બોલેરો પીકપ કાર પસાર થતી વેળા અટકી પડી હતી જેથી સ્થાનિક લોકો અને વાહન ચાલકો માં ભારે પરેશાની નો ભોગ બનવું પડ્યું હતું જિલ્લા ફરિયાદ નિવારણ માં
વાંકાનેર ના દાણાપીઠથી સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ સુધીનો માર્ગ બનાવવાના આદેશો આપવામાં આવ્યા હતા એના અનુસંધાને ટેન્ડર પ્રક્રિયા પણ તંત્ર દ્વારા શરૂ કરાઈ હતી પરંતુ તંત્ર ની પોલીસી અનુસાર ટેન્ડર પ્રક્રિયામાં કોઈ ટેન્ડર ભરપાઈ ના થતા હોય જેના પરિણામે પરિસ્થિતિ મતદાર પ્રજા માટે વાહન ચાલકો માટે સિધ્ધ દર્દ સમા રહી છે ટેન્ડર પ્રક્રિયામાં જુના ભાવ હોય જેથી આજની મોંઘવારીમાં તે મટીરીયલ રેતી કપચી સહિતના મટીરીયલ મોંઘા પડતા હોય તે સ્વાભાવિક છે વિકાસના કાર્યમાં મજબૂતાઈ તંત્ર કે કોન્ટ્રાક્ટર આપી શકે નહીં લાખો કરોડોની ગ્રાન્ટ ફાળવ્યા બાદ પણ વાંકાનેર ના માર્ગો મજબૂત થતા ન હોય તેના કારણે માર્ગો પર ના ખાડા ઘણીવાર વાહનોને પણ અટકાવી દેવાની ઘટના સાથે અકસ્માતનો ભય વાહન ચાલકો માટે રહ્યો છે