ગ્રામ્ય વિસ્તારની મતદાર પ્રજા અને વાહન ચાલકોમાં હર્ષની લાગણી તે ધારાસભ્ય નું ફૂલહાર થી સ્વાગત કર્યું
વાંકાનેર પંથકમાં ચોમાસાની ઋતુમાં ભાદરીયા વરસાદ એ મોટાભાગના માર્ગો ને ગાબડા ધારી કરી નાખ્યા એની ઘટના ને ધ્યાને રાખી શાસન પક્ષ ભાજપ શાસનકાળમાં વિકાસ માર્ગને મજબૂત કરવાનું બિંડુ ઝડપી લેતા મોરબી જિલ્લાના સ્થાનિક પ્રજાના પ્રતિનિધિ હસ્તે વિકાસ માર્ગ નું ખાતમુરત શરૂ કરવામાં આવ્યું હોય જે ખાતમુરત વાંકાનેર પંથકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ના હસ્તે પ્રજા લક્ષી વિકાસ કાર્ય ની ધારાસભ્ય એ કરેલી રજૂઆતને સ્થાન આપી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના વિકાસ લક્ષી કાર્યોને સ્થાન આપવામાં આવી રહ્યું છે
તેના ભાગરૂપે વાંકાનેર પંથકમાં વાંકાનેર કુવાડવા મતવિસ્તારના પ્રજા લક્ષી કાર્યને વળગેલા પ્રજા ચિંતક ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ની રજૂઆતથી શેખરડી ગામ થી કાનપર ગામ સુધીનો રોડ નવો નકોર મજબૂત બનાવવા 2.40 કિ.મી. નું રૂપિયા ૧૫૦.૫૫ લાખના ખર્ચે ડામર રોડ નું વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ દિધલીયા ગામ થી સેખરડી ગામ સુધી 3.50 કિ.મી. રૂપિયા ૧૨૦ લાખના ખર્ચે ડામર રોડ ના (રિસફેસ) કામનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ના વરદૃહસ્તે તારીખ 27 11 2024 ના રોજ બુધવારે વિકાસ ના ડામોર રોડ નું ખાતમુરત કર્યું હતું જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે