
વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારને જોડતા માર્ગો ને મંજૂરી ની મહોર લાગી ગઈ છે તેમાં વાંકાનેર તાલુકાના 90 ગામ પંચાયત 102 ગામડા ના મોટાભાગના રોડ રસ્તા અંગે શાસન પક્ષ ભાજપ ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ પ્રજા લક્ષી કાર્યને સ્થાન આપવા સરકારમાં રજૂઆત કરેલ હોય જેના અનુસંધાને વાંકાનેર તાલુકાના શેખરડી કાનપર અને શેખરડી દિધલીયા સહિત દિધલીયા હાઈવેથી સમથેરવા નો ડામર રોડ નું વિકાસકાર્યનું મુહૂર્ત ધારાસભ્ય સોમાણીને હસ્તે ટૂંક સમયમાં થશે ખાતમુરતક ની સાથે ગણતરીની કલાકોમાં જ કામ શરૂ કરવામાં આવવાનું આધારભૂત સૂત્રો માંથી જાણવા મળ્યું છે

