

વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર : દિવાળી અને નવા વર્ષ અંતર્ગત શરૂ થતા નવા વર્ષ નિમિત્તે વાંકાનેર ખાતે રણજિત વિલાસ પેલેસ વાંકાનેર માં નામદાર મહારાણા રાજસાહેબ અને રાજ્યસભા સાંસદ શ્રી કેસરી દેવસિંહ ઝાલા સાહેબ વાંકાનેર સ્ટેટ ની દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા મુલાકાત અંતર્ગત વાંકાનેર શહેર ગ્રામ્ય વિસ્તાર માંથી માનવ મેદની મોટી સંખ્યામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજાશાહી પરંપરા મુજબ વાંકાનેર ના 16 માં રાજવી અને રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા સાહેબ ની શુભેચ્છા મુલાકાત કરી દિવાળી અને નવા વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી તેમાં વાંકાનેર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના સરપંચો અગ્રણીઓ આગેવાનો સર્વે સમાજ ના વૃદ્ધો યુવાનો દ્વારા વિશેષ ઉપહાર સાથે નામદાર મહારાણા રાજ સાહેબના રાજમહેલ પેલેસ ખાતે હાજર રહ્યા હતા અને નવા વર્ષની વધામણી કરી હતી તેમાં રાજવી અને રાજ્યસભા સાંસદ શ્રી કેસેદેવસિંહ ઝાલા દ્વારા વાંકાનેર ની પ્રજાનો સર્વે સમાજનો લાગણી પ્રેમ ભાવનાઓથી ભાવુક થયા હતા!!! જે સર્વે સમાજના લોકો સાથે આન બાન શાન રાજવી પરિવાર ના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા એ નવા વર્ષની ઉજવણી કરી હતી જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે





