

વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની પ્રજા લક્ષી કાર્ય ની સાથે સાથે પ્રજાના દુઃખદ બનાવ ઘટના માં પણ ન્યાયિક પ્રજાલક્ષી સરકારી યોજના નો લાભ અપાવવામાં પણ તત્પર રહ્યા છે જે ગત તારીખ 2/9/2024 નાં રોજ વાંકાનેર તાલુકાનાં જાલસીકા ગામે ભાવેશભાઈ રાવતભાઈ ડાંગર નામનાં વ્યક્તિનું મચ્છુ નદીનાં વહેણમાં તણાઈ જવાથી અવસાન થયું હતું. ત્યારે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ની ભલામણ થી મુખ્યમંત્રી નાં રાહત ફંડમાંથી રૂપિયા 400000/-(ચાર) લાખનો ચેક અવસાન પામેલ ના પરીવાર જનોને આજ રોજ તારીખ 20 11 2024 ના રોજ અર્પણ કરવામાં આવ્યો હતો.આ તકે વાંકાનેર મામલતદાર સાનિયા, વાંકાનેર ટી. ડી. ઓ. રિઝવાન ભાઈ કોઢીયા, જીલ્લા પંચાયત સદસ્ય જાહીર અંબાસ શેરસીયા, નવઘણભાઈ મેઘાણી, હરૂભા ઝાલા, જાલસીકા ગામનાં સરપંચ ધીરૂભાઈ ડાંગર, પરબતભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા. જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

