
વાંકાનેર પંથકમાં ગામડે ગામડે શાસન પક્ષ ભાજપના શાસનકાળમાં વિકાસને વેગ મળી રહ્યો હોય તેમ નૂતન વર્ષાની સર્વે નાગરિકોને શુભેચ્છા બાદ મોટાભાગના નેતાઓ વિકાસ કાર્યમાં લાગી ગયા હોય તેમ વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર ગ્રામ્ય વિસ્તારમાં પાયાની પ્રાથમિક સુવિધા ની સાથે લોકોની ફરિયાદોને ધ્યાન રાખી ગ્રામ્ય વિસ્તારમાં સમસ્યા મુક્ત લોકો બને એવા પ્રયાસોના ભાગરૂપે વાંકાનેર તાલુકાના ચાંચડિયા ગામે પીવાના પાણીની નવી યોજના અંતર્ગત પીવાનું પાણી મળતા ગામ લોકો ખુશીની લાગણી અનુભવી રહ્યા છે જે કારોબારી ચેરમેન જિજ્ઞાસાબેન મેર દ્વારા વાંકાનેર તાલુકામાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા થકી ગુજરાત પાણી પુરવઠા વિભાગ દ્રારા 100 એલ. પી. સી. ડી. ગ્રુપ સુધારણા યોજનાનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું હોય જેમાં વાંકાનેર તાલુકાના ચાંચડિયા ગામે આ યોજના થકી પીવાનું પાણી દિવાળીની ભેટ સ્વરૂપે મળ્યું હોય એમ ગામ લોકોએ ગુજરાત સરકાર અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ સાથો સાથ જેમણે ગાંધીનગર સુધી અથાગ મહેનત કરી એવા વાંકાનેર તાલુકા પંચાયત ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર અને દામજીભાઈ ધોરિયાનો ગામ લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે



