“‘સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાની અધ્યક્ષતામાં યોજાશે જેમાં એઈમ્સ હોસ્પિટલ રાજકોટ ની ટીમ સર્વે રોગ નિષ્ણાંતો સેવા આપશે”‘
વાંકાનેર માં તારીખ 10/11/ 2024 ને રવિવારના રોજ સરકારી હોસ્પિટલ ખાતે સવારે 8:00 થી બપોરના 2વાગ્યા સુધી
નિશુલ્ક સર્વ રોગ મેગા નિદાન કેમ્પનું આયોજન સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા કરવામાં આવ્યું છે જેમાં એઈમ્સ હોસ્પિટલ રાજકોટના ઉપક્રમે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સૌપ્રથમ વખત કેન્સર રોગ નિષ્ણાંત મેડિસિન રોગ નિષ્ણાંત બાળ રોગ નિષ્ણાંત હાડકાના સ્પેશિયાલિસ્ટ ફેફસાના સ્પેશિયાલિસ્ટ સહિત આંખના કાન ગળા ના સ્પેશિયાલિસ્ટ ચામડી રોગ નિષ્ણાંત દાંત રોગ નિષ્ણાંત એનેસ્થેસિયા રોગના સ્પેશિયાલિસ્ટ સર્જરી રોગ નિષ્ણાંત સ્ત્રી રોગ નિષ્ણાંત વગેરે વિવિધ રોગના સ્પેશિયાલિસ્ટ નિષ્ણાંતો ની ટીમ વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સાંસદ સભ્ય કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા આયોજન થી ઉપસ્થિત રહેશે આ મેગા કેમ્પમાં બ્લડ ડોનેશન કેમ સહિત એક્સ રે વિના મૂલ્ય કરી આપવાનું આયોજન આ મેગા કેમ્પમાં રાખવામાં આવ્યું છે.