
વાંકાનેર માં તાજેતરમાં પ્રાંત અધિકારી અને મામલતદાર નવા વાંકાનેર માટે આવેલા બંને અધિકારીઓનું ચાર્જ સાંભળ્યા ની સાથે વાંકાનેર તાલુકા પંચાયત ખાતે રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા ની અધ્યક્ષતામાં તાલુકા પંચાયત કચેરીના સભા હોલ ખંડમાં વિચરતી વિમુક્ત જાતિ ના જરૂરત મંદ ને સનદ આપવાનો કાર્યક્રમ લાભ પાંચમના રોજ તારીખ 6 11 2024 ના રોજ યોજાયો હતો જેમાં નવા વર્ષ દિવાળી તહેવારો અંતર્ગત લાભ પાચમ દિવસે તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રાંત અધિકારી ડૉ. વી.ડી. સાકરીયા અને મામલતદાર કે.વી. સાનિયા એ પ્રથમ ચાર્જ સંભાળિયાની સાથે મુલાકાતે આવ્યા હોય જેથી ચૂંટાયેલા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ હરીસિંહ ઉર્ફે હરુભા ઝાલા તેમજ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર સહિત ના હુસેનભાઇ વગેરે પ્રાંત અધિકારી અને મામલતદાર નું ફૂલ ગુસ્તા થી સ્વાગત કર્યું હતું




