વાંકાનેરમાં નિ:-સ્વાર્થ ભાવે સેવાકીય પ્રવૃતિ કરતા સેવાભાવીઓ દ્વારા અકસ્માતના બે જુદા જુદા બનાવો માં મૃત્યુ પામનાર બે અજાણ્યા પુરુષોના વાલી વારસ ની પોલીસ તંત્ર દ્વારા શોધખોળ કરતા હતા અંતે આ બંને મૃતદેહ રેલ્વે પોલીસે વાંકાનેર ના સેવાકીય એકતા ગ્રુપને સોંપવામાં આવતા રેલવે પોલીસને સાથે રાખી હિન્દુ ધાર્મિક વિધિ સર કાર્ય કરી માન સન્માન પૂર્વક અંતિમ સંસ્કાર કર્યા હતા આ
નિ:-સ્વાર્થ કાર્ય માં એકતા ગ્રુપના મોભી બીપીનભાઈ દોશી મનીષભાઈ ગોહિલ ઋષિ ભાઈ જોબનપુત્રા દેવાંગભાઈ અને મનીષભાઈ રાજગોર સહિત રૂષભભાઈ રેલવે પોલીસના ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કુલદીપસિંહ ઝાલા અંતિમ સંસ્કાર માં જોડાયા હતા આ બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર માં એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે